સેલવાસમાં કલેકટર કચેરી ખાતે પ્રશાસક, ડીઆઇજીપી કલેકટર, એસ.પી., સહીતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓની ઉ૫સ્થિતિમાં ઘ્વજારોહણ કરાયું

Gujarat News selvasGujarat News selvasIMG 20180802 WA0018 1

સાસ્કૃતિક કાર્યક્રમો યોજાયા, સ્વાતંત્ર્ય સેનાનીઓને સન્માનીત કરાયા

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના ૬૫માં મુકિતદિનની આજે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આજે સેલવાસની કલેકટર કચેરી ખાતે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પ્રસાશક પ્રફુલ પટેલના હસ્તે ઘ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ તકે પ્રશાસક પ્રફુલ પટેલે દાદરા નગર હવેલીવાસીઓને મુકિતદિનની શુભેચ્છાઓ પાઠવી હતી.

Gujarat News selvas
Gujarat News selvas

સમારોહમાં ડીઆઇજીપી બી.કે.સિંહ, કલેક્ટર કન્નન ગોપીનાશન, એસ.પી. શરદ દરાડે, જીલ્લા પંચાયત અઘ્યક્ષ રમણ કાકડવા, નગરપાલિકા અઘ્યક્ષ રાકેશસિંહ ચૌહાણ સહીતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉ૫સ્થિત રહ્યા હતા આ ઉપરાંત સમારોહમાં સરકારી કર્મચારીઓ અને વિઘાર્થીઓ પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમારોહના પ્રારંભે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

IMG 20180802 WA0020 1આદિવાસી મુલ્ક ગણાતા દાદરા નગર હવેલી ૨ ઓગસ્ટ ૧૯૫૪ના રોજ પોર્તુગીઝોના શાસનને હટાવી મુક્તિ મેળવી હતી. ત્યારથી લઇને આજે વર્ષ ૨૦૧૮ના ૬૫માં મુક્તિદિવસ દરમ્યાન આ પ્રદેશમાં વિકાસના અનેક નવા દ્વાર ખુલ્યા છે અને સતત વિકાસની દોડમાં હરણફાળ ભરી રહ્યો છે.દાદરા નગર હવેલીના ઇતિહાસની વાત કરીએ તો, ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ માં આઝાદી મળી પરંતુ ત્યારે દાદરા નગર હવેલી, દમણ, દીવ અને ગોવા પોર્તુગીઝ શાસનની બેડીમાં બંધાયેલા હતાં અને આ બેડી ફગાવી મુક્ત બનવા માટે તલપાપડ હતા.

૧૯૫૦ બાદ આ પ્રદેશમાં ક્રાંતિકારીઓ સક્રિય થયા અને મુક્તિ માટે ક્રાંતિની જ્વાળા જગાવી આ વીર ક્રાંતિકારીઓના એક જૂથ પહેલા દાદરાને મુક્તિ અપાવી અને ત્યાર બાદ ૧૦૦ જેટલા ક્રાંતિવીરોએ ૨, ઓગસ્ટ, ૧૯૫૪ના દિવસે સમગ્ર દાદરા નગર હવેલી પંથકને મુક્ત કર્યો હોવાનું આદિવાસી ઉત્કર્ષ સંઘના પ્રમુખ અનિલ પટેલનું કહેવું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દાદરા નગર હવેલી પોર્ટુગીઝોના પંજામાથી મુક્ત તો થયું પરંતુ હજુ સુધી તે ભારતમાં સમાવેશ પામ્યું નહોતું, મુક્તિ દિવસ બાદ પોર્ટુગીઝોએ આ મામલે કાયદાકિય જંગ શરૂ કર્યો હતો.

આ જંગ ૭ વર્ષ અને ૯ દિવસ સુધી ચાલ્યા બાદ આખરે ૧૧, ઓગસ્ટ ૧૯૬૧ના દિવસે ભારતમાં સંઘપ્રદેશના દરજ્જા સાથે સામેલ થયું હતું.  ભારતનું અભિન્ન અંગ બન્યા બાદ દાદરા નગર સતત વિકાસ કરી રહ્યું છે. મુક્તિના ૬૫ વર્ષમાં દાદરા નગર હવેલીમાં આવેલી વન્યસંપદાએ દેશવિદેશના પ્રવાસીઓમાં અનેરૂ આકર્ષણ જગાવ્યું છે. અહીના ઘટાટોપ જંગલો, ખળખળ વહેતા ઝરણા-નદીઓ, અનેક વૃક્ષો, ફળફૂલોથી શોભતા બાગબગીચાઓ, મધુબન ડેમ અને દૂધની લેક ગાર્ડન પ્રવાસીઓને સતત આકર્ષતું રહ્યું છે.

વર્ષે દહાડે અંહી પાંચ લાખથી પણ વધારે પ્રવાસીઓ મીની વેકેશન માણવા આવે છે. ઔદ્યોગિક ક્રાંતિના પ્રતાપે ૩૦૦૦ જેટલા નાનામોટા ઉદ્યોગો સ્થપાતા આજે દાનહમાં રોજગારીની વિપુલ તકોનું સર્જન થયું છે. ઔદ્યોગિક ક્રાંતિના કારણે આ પ્રદેશ મિનિભારતના રૂપમાં ઉભરી રહ્યો છે. હજારો પરપ્રાંતિય પરિવારો દાદરા નગર હવેલીમાં સ્થાઇ થયા છે. હવે આ પ્રદેશને પોતિકો પ્રદેશ ગણી તેના વિકાસમાં યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે.

IMG 20180802 WA0037 1

અહીના આદિવાસીઓ પણ રોજગારી અને ધંધાકિયક્ષેત્રે ખૂબજ પ્રગતિ કરી રહ્યા છે. એવી જ રીતે સરકાર દ્વારા પણ આ વિસ્તારમાં સતત વિકાસશીલ યોજનાઓની અમલવારીમાં મહત્વનું યોગદાન આપતી હોય શૈક્ષણિક, આરોગ્ય, પરિવહન ક્ષેત્રે સતત વિકાસ થઇ રહ્યો છે. શિક્ષણનું સ્તર સુધર્યું છે. બોર્ડ એક્ઝામમાં અહીના વિદ્યાર્થીઓ કાઠું કાઢી રહ્યા છે. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને મરાઠી માધ્યમની પ્રાથમિક શાળાઓ ચાલે છે કોલેજો ચાલે છે.

IMG 20180802 WA0042 2

આગામી દિવસોમાં મેડીકલ કોલેજનું અને એન્જિનિયરીંગ કોલેજનું સ્વપ્ન પણ પુરુ થવાનું છે. મુખ્ય પાટનગર કહેવાતું સેલવાસ કે સીલવાસા સ્માર્ટ સીટીમાં સામેલ થયું છે. અનેક મોટી અને આલીશાન ઇમારતો, શોપીંગ સેન્ટર અત્યાધુનિક હોટેલો સીલવાસાની શાન ગણાય રહી છે. ત્યારે દાદરા નગર હવેલી ની આ પ્રગતિ અવિરત ગતિ કરતી રહે અને સાથે સાથે મિનિ ભારતનીઉપમા મેળવનારા દાદરા નગર હવેલીમાં ભાઇચારો કાયમ રહે તેવી દાદરા નગર હવેલીના ૬૫માં મુક્તિદિને અધિકારીઓ અને પદાધિકારીઓએ શુભેચ્છા પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.