દેશના પ્રથમ ગૃહમંત્રી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૪મી જન્મ જયંતી સૌરાષ્ટ્રમાં ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગામે ગામ રન ફોર યુનિટી અને એકતાદોડ યોજાય હતી.
ઉના
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રન ફોર યુનિટિ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં ઉના પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડ સભ્ય ગ્રામરક્ષક દળના સભ્ય ઉના ટ્રાફીક બ્રીગેડ એસ.પી. જી સ્કુલના વિદ્યાર્થીઓ આશરે ૧૩૦ જેટલા લોકોઆ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આજરોજ સવારના ૬.૪૫ વાગ્યે ઉના પોલીસ સ્ટેશન ખાતે એકતા શપથ લેવામાં આવેલ અને કલાક ૭ વાગ્યે રન ફોર યુનિટી ઉના પોલીસ સ્ટેશન પ્રસ્થાન કરી ઉના શહેરના મુખ્ય માર્ગ થઇ ઉના પોલીસ સ્ટેશન ખાતે કલાક ૮ વાગ્યે પુર્ણ થયેલ.
વિસાવદર
વિસાવદર સરદાર પટેલ સેવાદળ દ્વારા સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી નીમીતે સરદાર સાહેબની પ્રતિમાને હારતોરા કરી શ્રદ્ધા સુમન અર્પણ કરેલ હતા. તેમજ રાષ્ટ્રીય એકતાના શપ લીધા હતા. જેમાં સરદાર પટેલ સેવા દળના પ્રમુખ રમણીક દુધાત્રા, હરીભાઈ ચીખડીયા, મનસુખભાઈ ડોબરીયા, અશોકભાઈ વઘાસીયા, રમણીકભાઈ ગોહેલ, કૌશીકપરી ગોસ્વામી, મહેશ નિમાવત, પ્રફુલ જોષી, પંકજ વૈશ્ર્નવ, ભરત દાફડા, ઉમેશ ગેડીયા, સરદાર પટેલ સેવા દળના જેન્તીભાઈ ખુંટ, વિપુલભાઈ વેકરીયા, જયસુખભાઈ રતનપરા, મુકેશભાઈ રીબડીયા, ભરતભાઈ હિરપરા, ધીરજભાઈ પડશાળા, સુરેશભાઈ ભુવા, ઘનશ્યામભાઈ માંડબકા, ઘનશ્યામભાઈ ભાલાળા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહેલ હતા.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરમાં લાઈબ્રેરી ટાવર પાસેથી રન ફોર યુનિટીનુ આયોજન કરવામાં આવીયુ હતુ તેમાં ગુજરાત રાજ્યના ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષ આઇ કે જાડેજા સાહેબ સાંસદ સભ્ય મહેન્દ્ર ભાઇ મુંજપરા ઘારાસભ્ય ઘનજીભાઇ પટેલ નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા શહેર મહામંત્રી જગદીશ ભાઇ દલવાડી પ્રમુખ વીરેન્દ્રભાઇ આચાર્ય પ્રાંત અધિકારી પટણી સાહેબ ડીડીઓ સાહેબ ઇન્ચાર્જ જીલ્લા પોલીસ અધિકારી વાણંદ સાહેબ ડીવાયએસપી પવાર સાહેબ ડીવાયએસપી પટેલ સાહેબ ડીવાયએસપી પ્રોબેશનલ ઉપ્પાઘાય સાહેબ ડીઆરડી નીયામક શાહ સાહેબ તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા વઢવાણ નગરપાલિકા ચીફ ઓફિસર વશરામભાઇ રાવળ પોલીસ ઇન્સ્પેક્ટર ત્રીવેદી સાહેબ એસ ઓજી પીઆઈ જોગલ સાહેબ તેમજ પીએસઆઇ મોટી સંખ્યામાં પોલીસના જવાનો તેમજ નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ એનસીસીના અઘીકારી ઓ તેમજ શીક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં આજે રનફોર યુનીટી ના આયોજનમાં આઇ કે સાહેબ રનફોર યુનિટ વીશે તેમનુ મંત્વય રજુ કર્યુ હતુ એ પછી લીલી ઝંડી ફરકાવીને રનફોર યૂનીટીમાં ભાગ લઇ રહેલા સર્વ પદાધિકારીઓ અઘીકારીઓ કર્મચારીઓ એ દોડ લગાવી અને રનફોર યુનીટી જવાહર ગ્રાઉન્ડ ખાતે આઇ કે સાહેબ એ ભારત માતાકી જય બોલાવીને પુર્ણ કરી આજની આ રનફોર યુનિટમાં ઇન્ચાર્જ જીલ્લા પોલીસ અધિકારી/એસ પી વાણંદસાહેબના અધ્યક્ષ સ્થાને તેમના સાથી અઘીકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસના જવાનો ઉપસ્થિત રહીને આજની રન ફોર યુનિટી એકતા યાત્રાની શોભા વધારી હતી. તેમજ વિદ્યાર્થીનીઓ અને બહેનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.