સિંધી અને શીખ સમાજ દ્વારા પ્રભાત ફેરી, કથા અને અખંડ પાઠમાં ભાવિકો ઉમટયા: ઠેર-ઠેર શોભાયાત્રા અને ભંડારો સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ગુનાનક દેવની ૫૫૧મી જન્મ જયંતિની ઉજવણી આનંદ ઉલ્લાસ અને શ્રધ્ધાપૂર્વક કરવામાં આવી હતી ગૂરૂ નાનક જયંતી ગૂરૂ નાનક પ્રકાશ ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. શીખ ધર્મ માટે અને સિંધી સમાજના લોકો માટે આ સૌથી પવિત્ર તહેવાર ગણવામાં આવે છે.
ગુરૂનાનક શીખ ધર્મના સ્થાપક ૫ એપ્રીલ, ૧૪૬૯ના રોજ વૈશાખી દિવસ પર જન્મયા હતા ઓ.એસ. ૨૭ માર્ચ, ૧૪૬૯ હાલમાં રાય- ભોડો-ડી તલવંડીનાં પાકિસ્તાનના શેખુપુરા જીલ્લામાં ગૂરૂ નાનકનો જન્મ કાર્તિક પૂર્ણિમાના દિવસે થયો હતો શીખ અને સિંધી સમાજના લોકો ગૂરૂ નાનક જયંતિની ભાવભેર ઉજવણી કરે છે.
ગુરૂનાનક જયંતિની ૫૫૧મી જન્મજયંતિની રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રભરમાં શોભાયાત્રા, ભંડારો સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તેમજ સિંધી અને શીખ સમાજ દ્વારા પ્રભાત ફેરી કથા અને અખંડ પાઠમાં ભાવિકજનો ઉમટી પડયા હતા તેમજ ગૂદ્વારા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજીને ગૂરૂનાનક દેવજીને યાદ કરવામાં આવ્યા હતા. આજે ગૂરૂનાનક જયંતિના ૫૫૧માં જન્મદિને રાજકોટ, જામનગર, પોરબંદર, ધોરાજી, જેતપૂર, જૂનાગઢ, અમરેલી, રાજુલા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમા ભકિતભાવ સામે ઉજવણી કરવામાં આવી હતી.