૩૦ જેટલી વિવિધ કેટેગરીમાં પોલીસ અધિકારી તથા જવાનોને ઉત્કૃષ્ટ કામગીરી બદલ બિરદાવાયા
પ્રેસ, પોલીસ અને પબ્લિક તેમ પીપીપી મોડલ હેઠળ વિકાસલક્ષી તથા સમાજ ઉપયોગી કામગીરી થવી જોઈએ: દેવેન્દ્ર ભટનાગર
રાજકોટ ખાતે બહાદૂર પોલીસ જવાનોની યાદમાં પોલીસ સ્મૃતિ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦ જેટલી વિવિધ કેટેગરીમાં પોલીસ અધિકારીઓ તથા જવાનોની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પોલીસ એવોર્ડસ ૨૦૧૯નું આયોજન દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભાસ્કર ગ્રુપના ગુજરાતના સ્ટેટ હેડ દેવેન્દ્ર ભટનાગર, રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ભાસ્કર ગ્રુપ દ્વારા જે પોલીસ જવાનો અને અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેનું મુખ્ય કારણ એ હતુ કે, ૨૪ કલાક અને ૩૬૫ દિવસ પોલીસ જવાનો રાજકોટવાસીઓ એટલે કહી શકાય કે શહેર અને રાજ્યની સેવા કરતા હોય છે. તેઓ પ્રસંગ ઉજવવાના બદલે લોકોની રક્ષા કરવામાં તેમનો પ્રસંગ ઉજવે છે. ત્યારે અનેકવિધ વખત કોઈપણ વિવાદીત મુદ્દામાં પોલીસનું નામ ઉછળતું હોય છે જે યોગ્ય ન કહી શકાય ત્યારે પોલીસ જવાનો અને અધિકારીઓનું સન્માન થાય અને તેમની કામગીરીની બિરદાવવામાં આવે તે હેતુથી પોલીસ એવોડ્સ ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટના ઈતિહાસમાં પ્રથમ વખત પોલીસને જે રીતે સન્માનીત કરવામાં આવ્યા છે તે અત્યંત સરાહનીય છે. તમામ અખબારોમાં હરહંમેશ પોલીસની ટીકા તથા ટીપ્પણી કરવામાં આવતી હોય છે અને તે પ્રકારના સમાચારો પણ સૌથી વધુ પ્રકાશીત તથા હોય છે. ત્યારે નિષ્પક્ષ રીતે અખબાર જગતે પોલીસની સરાહનીય પ્રશંસનીય અને ઉત્કૃષ્ટ કામગીરીઓને બિરદાવી જોઈએ ત્યારે ભાસ્કર દ્વારા કરવામાં આવેલી પહેલ અત્યંત સરાહનીય માનવામાં આવી રહી છે. આ તકે રાજકોટના પ્રથમ નાગરિક મેયર બિનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવસીયા, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પ્રમુખ જયદેવ શાહ તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ જવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્તિ રહ્યાં હતા.
પોલીસ જવાનોની ખંતપૂર્વકની કામગીરી બિરદાવતા ગૌરવની લાગણી અનુભવાઈ છે : મનોજ અગ્રવાલ
આ તકે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓને ગૌરવની લાગણી અનુભવાઈ છે. કારણ કે, પોલીસ જવાન જે રીતે બહાદુરીથી કામગીરી કરી ખંતપૂર્વકની તેની ફરજ બજાવી રહ્યાં છે ત્યારે તેને બિરદાવતા એક હર્ષ અને ગૌરવ ઉદ્ભવીત થાય છે. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ સ્મૃતિ દિવસ તરીકે ફરજ નિભાવતી ક્ષણે શહિદ થયેલા પોલીસદળના જવાનો અને તેમના પરિવારોને સલામ કરીએ છીએ. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, જે રીતે પ્રેસ વિભાગ પોલીસ પરિવારને અને પોલીસ જવાનોને સહકાર આપી રહ્યાં છે તેનાથી પોલીસ બેડામાં ઉત્સાહનો માહોલ છવાઈ જતો હોય છે. આ પ્રકારના એવોર્ડ સમારંભ જો નિયમીત અંતરાલે થાય તો તેમના આત્મવિશ્ર્વાસમાં અનેકગણો વધારો થશે. વધુમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ વિભાગની એટલે કે પોલીસ કર્મચારીઓની કામગીરી અત્યંત કઠીન હોય છે. તેઓ કોઈપણ પરિસ્થિતિ જોવા વગર તથા તેમના પરિવારની ચિંતા કર્યા વગર શહેર, રાજ્ય અને દેશની સેવા કરવા માટે હર હંમેશ તત્પર રહેતા હોય છે. જેથી તેમને જે રીતે સન્માન મળી રહ્યું છે તે અત્યંત સરાહનીય છે. તેઓએ જણાવ્યું હતું કે, આજનો દિવસ શહિદ પરિવાર માટેનો હતો. જે હેતુસર પોલીસ જવાન દેશની અખંડીતતા જાળવી રાખવા માટે પ્રયત્ન કરી રહી છે તે પણ અત્યંત સરાહનીય છે. જેથી પોલીસને જે રીતે સન્માન મળે છે તેને પણ હું બિરદાવું છું અને જે પોલીસ જવાનને સન્માન ની મળ્યું તેમની કામગીરી બદલ તેને બિરદાવું છું. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના લોકો એમાં ખાસ કરી રાજકોટ શહેરની મહિલાઓ રાજકોટ પોલીસને પૂર્ણત: બિરદાવે છે. જેથી પોલીસ જવાનો પરની જવાબદારીમાં વધારો થાય છે અને દિન-રાત મહેનત કરી લોકોની સુખાકારી અને તેમની સલામતી માટે કામગીરી પણ કરવામાં આવે છે.
સિટી પોલીસ તંત્રને પોલીસ કમિશનર તરફી મળતું માર્ગદર્શન અત્યંત ઉપયોગી: વી.કે.ગઢવી
પોલીસ એવોર્ડ ૨૦૧૯માં કુલ ૩૦ કેટેગરી માટે એવોર્ડ આપવામાં આવ્યા છે. જેમાં એફીસ મોસ્ટ એફીસીયન્ટ પોલીસ ઓફિસર તરીકેનો એવોર્ડ પોલીસ ઈન્સ્પેકટર વિરલ ગઢવીને મળ્યો હતો. આ પ્રસંગે વિરલ ગઢવીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓને જે એવોર્ડ મળ્યો છે તેનાથી તેઓ ઘણા મોટીવેટ થયા છે અને આગળના સમયમાં તેઓ દેશ માટે રાજય માટે અને જે તે શહેરમાં ફરજ બજાવી રહ્યાં છે અને આગળના સમયમાં ફરજ બજાવશે તેમાં કર્મનિષ્ઠ કામગીરીી લોકોની સેવા કરશે. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓને જે રીતે લોકો પ્રોત્સાહન આપી રહ્યાં છે તેનાથી તેઓને ઘણો ફાયદો થયો છે અને લોકોની સલામતી પણ જળવાય છે. આ તકે તેઓએ દિવ્ય ભાસ્કરની કામગીરી અને ભાસ્કર ગ્રુપ દ્વારા આયોજીત એવોર્ડ સેરેમની માટે તેઓને અભિનંદન પાઠવ્યા હતા અને અંતમાં તેઓએ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને પણ શુભેચ્છા પાઠવી હતી અને તેમના દ્વારા મળતા પ્રોત્સાહન અને જે રીતે રાજકોટ શહેર પોલીસનું નામ સમગ્ર દેશમાં થયું છે તે બદલ તેઓને આવકારવામાં પણ આવ્યા હતા.
લોક હિતને હૈયે વસાવીને જવાબદારી નિભાવતા પોલીસ અને પ્રેસના મિત્રો સદેવ અગ્રેસર: દેવેન્દ્ર ભટનાગર
એવોર્ડ સેરેમની પ્રસંગે દિવ્ય ભાસ્કર ગ્રુપના ગુજરાતના સ્ટેટ એડિટર દેવેન્દ્ર ભટનાગરે ‘અબતક’ સાથે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઘર પરિવારી દૂર ટાઢ, તાવ, તડકો, વરસાદ જેવી તમામ પરિસ્થિતિમાં લોકહિતને હૈયે વસાવીને પોતાની જવાબદારી નિભાવવામાં પોલીસ અને પ્રેસના મિત્રો હર હંમેશ અગ્રેસર રહ્યાં છે. પોલીસની અસરકારક કામગીરીના કારણે જ આપણે એટલે કે દેશવાસી સુરક્ષીતતાનો અનુભવ કરી શકે છે. વધુમાં દેવેન્દ્ર ભટનાગરે જણાવ્યું હતું કે, પોલીસ માટે જે સન્માન સમારોહ યોજાયો છે તે તેમની કામગીરી સમક્ષ કંઈ જ નથી. ત્યારે લોકોને જયારે ડર લાગતો હોય છે અને જો તેઓ વરદીમાં પોલીસ જવાનને જોઈ લે છે તો તેઓમાં હિમ્મત આવી જાય છે. પોલીસ જવાન અને પોલીસ મિત્રો લોકોમાં નિર્ભયતાનો ભાવ ઉભો કરે છે. આ તકે તેઓએ તેમની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે, જો પોલીસ કર્મીઓ છે તો જ લોકો તહેવાર મનાવી શકે છે. પ્રેસ, પોલીસ અને પબ્લિક એમ આ પીપીપી મોડલી જો કામગીરી થાય તો સમાજ અને સંસ્કૃતિનું પણ જતન ઈ શકે. ત્યારે પીપીપીમાં જયારે પી ફોર પબ્લિકને થોડા સમય માટે મુકી દેવામાં આવે તો દેશ, રાજ્ય અને શહેર ઉપર પોલીસ અને પ્રેસનું માન અત્યંત વધી જતું હોય છે. કમનસીબીએ છે કે, દર વખતે પોલીસ અને પ્રેસ માટે નકારાત્મક વાતો થતી હોય છે. કારણ કે, આ બન્ને વિભાગ ઉપર સમાજની જવાબદારી રહેલી છે. તેઓએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, નાનકડો પોલીસ કોન્સ્ટેબલ હોય કે શહેરના પોલીસ કમિશનર હોય તેઓનું માન ખરા ર્અમાં જળવાવું જોઈએ. પોલીસી લોકોને એ વાતની ચિંતા હમેશા રહે છે કે, પોલીસ એમના ઉપર આકરી કાર્યવાહી કરશે. પરંતુ પોલીસી ડરતા જે લોકો છે તે જુઠાણા હોય તો જ શકય બને નહીં તો નહીં.