ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે સૌ કોઇ આતુર હોય છે. અને દર વર્ષે કંઇક અલગ કરી નવીન રીતે નવા વર્ષની લોકો ઇચ્છતા હોય છે. ત્યારે નવા વર્ષની અને ક્રીસમસની પાર્ટીને વધુ રોચક બનાવવામાં ફુડ ડીસીઝ વધુ ઉપયોગી બની રહે છે તો આ માટે આ રહી બેસ્ટ ફયુઝન ફુડ રેસીપી કે જેના દ્વારા તમે તમારી પાર્ટીને ચાર ચાંદ લગાવી શકશો.
જણાવી દઇએ કે, આ તમામ રેસીપીને તમે સરળતાથી ઘરે બનાવી શકશો અને પાર્ટીમાં આવેલા મહેમાનોને વધુ એન્ટરટેઇન કરી શકશો. તો ચાલો જાણીએ આ દેશી અને વિદેશી ફલેવરથી મિકસ એવી બેસ્ટ ફયુઝન ફુડ ડીસીઝ વિશે
ચીઝી ધ જાલાપેનો સ્ટફડ કચોરી
ચીઝી કચોરી જે ખુબ જ સ્વાદિષ્ટ અને દરેકને પસંદ હોય છે. પનીર, ચીઝ અને સ્પાઇસી જાલાપેનોસથી સ્ટફડ આ કચોરી ખાવામાં આનંદ પડી જશે અને પાર્ટીને આ ચીઝી કચોરીના સ્વાદ સાથે ભરપુર રીતે માણી શકશો.
ગોલગપ્પા
દરેક લોકોને ગોલગપ્પા ખુબ જ પસંદ પડતા હોય છે. તેમાં પણ ખાસ કરીને બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. જો પાર્ટીમાં પણ આ પ્રકારે મનભાવતી ડીસ મળી જાય તો પાર્ટીની મજા અનેક ગણી વધી જાય છે. પરંતુ આ પાર્ટીમાં ગોલ ગપ્પાને ટવીસ્ટ કરીને પીરસવામાં આવે તો ? જી હા, ગોલગપ્પામાં સ્પાઇસી જેસ્ટી પાણીની સાથે ફુટ જયુસ મીકસ કરી આપવામાં આવે તો વધુ સ્વાદિષ્ટ લાગશે.
લવેન્ડર ખીર
ગુજરાતીઓમાં ખીર લોકપ્રીય છે દરેક ગુજરાતીને ખીર ખુબ જ ભાવતી હોય છે પરંતુ પાર્ટીની રેસીપીઓમાં ખીર લગભગ જોવા મળતી નથી. પરંતુ હવે વર્ષ ૨૦૧૮ની પાર્ટીને અલગ અંદાજમાં સેલીબ્રેટ કરવી હોય તો લવેન્ડર ખીરને જરુરથી માણવી જોઇએ આ લવેન્ડર ખીર બેરી, રાઇસ મીલ્ક અને લવેન્ડર ફલાવરના મિશ્રણથી બનાવી શકાય છે.
ઇડલી બર્ગર
ઇડલી અને બર્ગર જેવા સ્નેકસ બાળકોથી માંડી તમામને ખુબ જ પ્રીય છે. ઇડલીએ એક સાઉથ ઇન્ડિયન રેસીપીછે. જયારે બર્ગર એમરિકન રેસીપી છે. આ બંને દેશોની રેસીપીને મિકસ કરી બેસ્ટ ફયુઝન ફુડ બનાવી શકાય છે. ઇડલી અને બર્ગરની આ મિશ્રા ડીસ તમારી પાર્ટીમાં જરુર બનાવશો જે તમારી પાર્ટીને નવો જ ટ્રેડ પ્રદાન કરશે.
પનીર લસાગ્ના વીથ સબ્જી
ક્રીસમસ અને વર્ષ ૨૦૧૮ની પાર્ટીમાં ખાસ સેલીબ્રીશેન માટે બીજી એક બેસ્ટ કયુઝન ડીશ છે પનીર લસાન્ના વીથ સબ્જી આ ડીશમાં તમામ મનપસંદ શાકભાજી અને સાથે સોફટ કોટેઝ ચીઝનો ઉપયોગ કરી શકો છો. જે ન્યુયર પાર્ટીને પરફેકશન પુરુ પાડશે.
એપલ જલેબી વીથ ગુલાબ આઇસ્ક્રીમ
એપલ, જલેબી અને આઇસ્ક્રીમનો સ્વાદ તો બધાએ માણ્યો જ હોય, પણ શું આ ત્રણેય સ્વાદને એકી સાથે કયારેય માણ્યા છે નહિં? તો આ વર્ષની પાર્ટીમાં બનાવો આ બેસ્ટ ફયુઝન ફુડ ડીઝ સફરજનની સ્લાઇડ કરી જલેબીના માવા સાથે મિકસ કરી ગુચ્છા પાડો અને જલેબીની રીતથી બનાવી લો ત્યારબાદ ચાસણીમાં બોળી નાખો અને પછી ગરમાગરમ એપલ જલેબીને ગુલાબ આઇસ્ક્રીમ સાથે સર્વ કરા