માસ્ટર શેફ ડે ની પોદાર જમ્બો કીડઝ અક્ષર માર્ગ દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
આજના જમાનામાં ફકત સ્ત્રીઓ જ હેલ્ધી આઇટમ બનાવી શકે તે વિચારને દુર કરીને પાપા બનાઓ દાદી-નાનીની રેસીપી અનુરુપ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટા પ્રમાણમાઁ વાલીઓ એક એકથી ચડિયાતી અને હેલ્ધી આઇટમ બનાવીને લઇ આવ્યા હતા.
જેમાં ડેટસ એન્ડ નટ લાડુ, કઠોળ પાક, મકાઇ કોથમીર મેથીના ભજીયા, મેરી બિસ્કીટ વીથ ખજુર રોલ, સીંગપાક, પાલખ ઇડલી, ગુંદર પાક, ખાંડવી, કાજુ ગાઠીયાનું શાક, ભાખરી, એપલ બનાના મીલ્ક, રવા કર્ડ:, વેજીટેબલ વેજી, ચીકુ બાટી, રોટલી ચાટ, ગુજરાતી હાંડવો, મગના ગોળ ગપ્પા, ચાટ બાસ્કેટ લીલા વટાણા બટેટાની ભાખરવડે જેવી અનેક આઇટમો જોવા મળી હતી. આ સાથે જ વાલીઓને પણ બાળકોને નાસ્તામા કેવી રીતે આઇટમ બનાવી શકે તે વિગત પણ જાણવામાં આવી હતી.તમામ હેલ્ધી આઇટમ બધા જ વાલીઓએ ટેસ્ટ કરી હતી ફાધરે પણ ખુબ જ સુંદર આઇટમ બનાવીને ઉત્સાહિત પ્રગટ કરી હતી. ઉપરોકત પ્રોગ્રામને સફળ બનાવવા પોદાર જમ્બો ક્રીડઝના તમામ કમીટી મેમ્બરો અને જહેમત ઉઠાવી હતી.