ડેન્ગ્યુ… આ૫ણો દુશ્મન આ૫ણા ઘરમાં…

એડીસ મચ્છર ઘર, ઓફીસ કે કામગીરીના સ્થળે જ સવારના ૮ થી ૧૦ તથા સાંજના ૪ થી ૬ દરમિયાન જયા ઉત્પન્ન થાય તેના ૧૦૦ મીટરના વિસ્તારમાં કરડે છે

ચોમાસાની વિદાય બાદ, હાલમાં વાહકજન્ય એટલે કે, ચેપી એડીસ મચ્છર ના ઉત્પતિ સ્થાનો વધવાથી ડેન્ગ્યુના કેસો વિશેષ જોવા મળે છે. ડેન્ગ્યું માટે જવાબદાર એડીસ મચ્છરોની ઉત્પતિ ચોખ્ખા, છીછરા અને ૭ દિવસથી વધારે સ્થિર પાણીમાં ઈંડા મુક્યા બાદ ૮ થી ૧૦ દિવસમાં પુખ્ત મચ્છર બને છે.

–  ડેન્ગ્યું ચેપ ગ્રસ્ત માણસને એડીસ મચ્છર કરડે ત્યારે માદામાં આરર્બોવાઈરસ પ્રવેશે છે. ડેન્ગ્યું માટે ઉઊગ-૧, ઉઊગ-૨, ઉઊગ-૩ તથા ઉઊગ-૪આ પ્રકારના વાઈરસ જવાબદાર છે.

– એડીસ માદા મચ્છરો સૂર્યોદય પછી અને સુર્યાસ્ત પહેલા ૨ કલાકમાં વધારેમાં વધારે કરડે છે.

– એડીસ મચ્છર માનવ ઉછવાસમાં ઉત્પ્પન થતા કાર્બન ડાયોક્સાઈડને પારખી નજીકમાં જીવિત લોહીને પરખે છે અને એડીસ મચ્છર જે વ્યક્તિને કરડવાના છે તેને પાછળથી આવીને કરડે છે.

– એડીસ મચ્છર કોની તથા ઘૂંટણથી નીચેના ભાગે વધારેમાં વધારે વાર કરડે છે. એક મચ્છર આજુ-બાજુના ઘણા વ્યક્તિઓને કરડે છે.

– એડીસ મચ્છર દિવસ દરમ્યાન ઘરમાં, ઓફિસમાં અંધારાભેજ વાળી જગ્યા અથવા બખોલમાં રહે છે.

– આ મચ્છરો ઘર, ઓફીસ, શાળા કામગીરીના સ્થળે જ ઉત્પ્પન થતા હોવાથી અને ૧૦૦ મીટરથી વધારે ઉંચે જઈ શકતા ના હોવાથી જે તે ઘર, ઓફીસ, શાળામાં રહેતા લોકોને માટે જોખમરૂપ છે.

– આ મચ્છરો ઓફીસ સમય દરમ્યાન કરડતા હોવાથી તેને ઓફીસ મોસ્કયુટો પણ કહેવાય છે.

આજથી વિક્રમ સંવત ૨૦૭૫ ની દિવાળી ૧૦ દિવસ બાદ છે. લોકો દ્વારા દિવાળી દરમ્યાન ઘર તથા આજુ-બાજુની સાફ સફાઈ કરવામાં આવે છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટવાસીઓને અપીલ કરવામાં આવે  છે કે, વિક્રમ સવંત ૨૦૭૫ની હેલ્ધી દિવાળીની ઉજવણી કરવા માટે ઘરની સઘન સફાઈ સાથે ઘર તથા ઘરની આજુ-બાજુના મચ્છર ઉત્પતિના સ્થાનોને નાબુદ કરી, મચ્છર મુક્ત વિક્રમ સવંત ૨૦૭૬ નો સંકલ્પ કરીએ.

“૧૦ દિવસ, ૧૦ મિનીટ, ૧૦ મીટરમાં, ૧૦ જગ્યાએ મચ્છર ઉત્પતિ સ્થાનોની ચકાસણી તથા નાશ કરીને દરેક રાજકોટવાસી પોતાના માટે, કુટુંબ માટે સમાજ માટે તથા રાજકોટ માટે અપનાવે…

– આજથી ૧૦ દિવસ સુધી આ કામગીરી રાજકોટના દરેક ઘર, ઓફીસ તથા કામગીરીના સ્થળે કરીએ.

– દરરોજ આ કામગીરી સવારના ૧૦ વાગ્યે, ૧૦ મિનીટ માટે કરીએ.

– ઘર તથા આજુ-બાજુના ૧૦ મીટરના વિસ્તારમાં નીચે દર્શાવેલ એડીસ મચ્છરના ૧૦ ઉત્પતિ કેન્દ્રો ચકાસીએ અને તેનો નાશ કરીએ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરેક શહેરીજનોને વિનંતી છે કે, ૧૦ દિવસ, ૧૦ વાગ્યે, ૧૦ મિનીટ, ૧૦ મીટરના વિસ્તારમાં, ૧૦ જગ્યાએ આ કામગીરી કરી, હેલ્ધી દિવાળીના સંકલ્પને સાર્થક કરીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.