યુવા હૈયાઓ ધૂળેટીના રંગે રંગાયા

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ મન મુકીને રંગે રમ્યા

સૌરાષ્ટ્રભરમાં ધુળેટીની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ હતી. ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ સાથે સૌરાષ્ટ્રવાસીઓએ ઉજવણી કરી હતી. નાના ગામડાથી લઇને મહાનગરોમાં સૌ કોઇ રંગોત્સવના રંગે રંગાયા હતા. લોકોએ એકબીજાના ચહેરા પર રંગો લગાવ્યા હતા. શહેરોના મુખ્ય રસ્તા પર અબીલ ગલાલની છોળો ઉડી હતી.

સૌરાષ્ટ્રમાં અનેક સંસ્થાઓ અને ધાર્મિક સ્થાનોમાં ઉજવણીના આયોજન કરાયા હતા.

રાજકોટવાસીઓએ પણ ધુળેટીના પર્વની મન ભરીને માણ્યો હતો. શેરીએ ગલીએ નાના મોટા સૌ કોઇ ધુળેટીના રંગે રંગાયા હતા. ઘણી જગ્યાએ ડીજેના તાલ સાથે રેઇન ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના રેસકોર્સ ખાતે યુવાઓ ઉમટી પડયા હતા. એકબીજા સૌ કોઇને ગેરુ અને કલર ઉડાડયા હતા જયારે રાજકોટમાં પોલીસ પરિવારોએ પણ રંગના પર્વ ધુળેટીની ઉજવણી કરી હતી રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના બંગલો ખાતે ધુળેટી હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતા. જેમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર અહેમદ ખુરશીદ, ડીસીપી રવિ મોહન સૈની, એસ.પી. બલરામ મીણા તમામ એસીપી અને પોલીસ ઇન્સ્પેકટર પણ જોડાયા હતા.

ધુળેટીના પર્વે રાજકોટમાં હવેલીમાં પણ ફૂલડોલ ઉત્સવની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વૈષ્ણવોએ એકબીજાને કલર લગાડયા હતા.

DSC 0045

રાણાવાવ

હોળી ધૂળેટી રાણાવાવમાં પણ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રાણાવાવના વિવિધ વિસ્તાર અને સોસાયટીઓ રાત્રે હોલીકા દહનનો કાર્યક્રમ થયો જેમાં શહેરના તમામ નાગરીકોએ દર્શનનો લાભ લીધો હતો.

ધુળેટીના પર્વમાં આખુ નગર વિવિધ રંગોથી રંગાયેલું જોવા મળ્યું હતું.

DSC 0046 1

ઉના

ઉનાના ટાવરચોક વિસ્તારમાં પાંજગરા શેરી યુવક મંડળ દ્વારા થાય છે ઐતિહાસિક ઉતાસણી લોકવાયકા મુજબ આ હોળી લગભગ નવાબો વખતથી ટાવર ચોક વિસ્તારમાં દહન કરવામાં આવી હતી.

ગીર ગઢડા

ગીર વિસ્તારમાં ધુળેટીના રંગમા રંગાયા યુવાનો ઢોલ નગારાના તાલે ધુળેટી પાવન પર્વની ઉજવણી કરી ધુળેટી પર્વ ફક્ત અબીલ ગુલાલ થી પર્વની ઉજવણી કરી ચાઈનાના કલરનો બહીસકાર કરવામાં આવ્યો યુવાનો દ્વારા દેશમાં એક જાગૃક્તા લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો. હીંદુ ધર્મને ટકાવી રાખવા યુવાનોએ હીંદુ ધર્મના નાના મોટા પર્વની ઉજવણી  ધામધૂમથી કરવી જોઈએ તેવા સુર સાથે ઉપસ્થિત યુવાનો દ્વારા દેશી ઢોલના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. ત્યારબાદ ગીર ગઢડા તાલુકા લેવલે તમામ હીંદુ સમાજને સાથે રાખી રામનવમી ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી.

DSC 0083

માણાવદર

માણાવદરના બાગદરવાજા વિસ્તારના નાના નાનાં ભૂલકાઓએ એક બીજાને રંગીને હરખાય હતા અને આજુબાજુની દિવાલોને રંગી મજા માણી હતી. નાની નાની ડોલમાં કેસુડાના રંગનુ પાણી ભરી એક બીજાને રંગોથી ભરતા જોવા મળ્યા હતા. આજે નાનાથી લઇને મોટેરા સહુએ હોલીનો આનંદ માણીયો હતો ગલીઓમાં ગરબે પણ ધુમ્યા હતા આ રીતે માણાવદરમાં હોલીની ઉજવણી કરવામાં આવી હતી.

હડિયાણા

હડિયાણા ગામે ગલીઓમાં નાના ભૂલકાઓ દ્વારા એક બીજાને કલરથી રંગવા ઉમટ્યા હતા અને ગ્રામજનો દ્વારા મોટાવ્યક્તિઓ બધા સાથે મળીને ગેરેયાંઓ દ્વારા ગામ આખામાં ફરીને ફડ એકત્ર કરવામાં આવે છે. અને એ ફડમાંથી ગમે તે ખાવાની વાનગી લઈને આખા ગામના બાળકોને વિતરણ કરવામાં આવે છે.

હળવદ

દેશભરમાં રંગોના તહેવાર એટલે ધુળેટીની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને યુવાનોમાં આ તહેવારને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જ્યારે હળવદમાં યુવક-યુવતીઓએ મન મૂકીને ધૂળેટીની મજા માણી હતી.

3.banna for site

માધવપુર ઘેડ

માધવપુર ઘેડમાં હોળી-ધૂળેટીના ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ હતી. તેમાં નાના-મોટા સૌ કોઈ જોડાયા હતા. હિન્દુ સંસ્કૃતિ મુજબ નવજાત બાળકની વાડ કાઢવામાં આવે છે. ભવાની માતાજીના મંદિરે હોલિકા દહન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઢોલ-નગારા સાથે વાડ ઉજવાઈ હતી. અને લોકોએ દર્શન કર્યા હતા. ધૂળેટીના પર્વ એકબીજાને કલર ઉડાડી રંગ પર્વની ઉજવણી કરી હતી.

ભાયાવદર

શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ ભાયાવદરમાં પ.પૂ. રામાનુજદાસ સ્વામી, પ.પૂ. હરિબળસ્વામી તથા પૂ. સંતો, કેમ્પસ ડાયરેકટર વિજય ગજેરા, આચાર્ય શિક્ષણ મિત્રો તથા વિદ્યાર્થી હરિભકતોએ મળીને હોળી ધુળેટીની ઉઝવણી કરી. આ ઉત્સવમાં ર૦૦ કિલો ગુલાલ તથા કમલ કેસુડાના રંગ વડે રમ્યા હતા.

વરતારા પ્રમાણે ચોમાસું મઘ્યમ રહેશે

20200309210828 MG 9199

રાજકોટમાં ઠેક-ઠેકાણે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. હોલિકા દહનમાં પરંપરાગત રિવાજ મુજબ નાળિયેર, ખજૂર, ધાણી, મમરા જેવી વસ્તુની આહુતિ આપવામાં આવી હતી. લોકોએ હોલિકા દહનની પ્રદક્ષિણા કરી હતી. શહેરમાં શાસ્ત્રી મેદાન સહિત વિવિધ વિસ્તારોમાં વૈદિક હોળી પ્રગટાવી હતી.

DSC 1060

જેમાં આંબો, પીપળો, ખાખરાનો પણ ઉપયોગ કરાયો હતો. જયારે ઇન્દિરા સર્કલ, જલારામ-ર,  લોધાવાડ ચોક, યાજ્ઞીક રોડ જેવા વિસ્તારોમાં છાણાની હોળી પ્રગટાવી હતી. દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.

આ વર્ષે હોળીની ઝાળ ઇશાન તરફ તરત થઇ હતી જયોતિષોના અવલોકન મુજબ આ વર્ષે વરસાદ મઘ્યમ રહેશે. જયારે રોગચાળા અને પાકને નુકશાન થવાની ભીતી પણ દર્શાવે છે. હોળીની પ્રગટતી જવાળાની આધારે વર્ષોઋતુ અને આખા વર્ષનો અંદાજ કાઢવામાં આવે છે જે પરંપરાગત ચાલતી આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.