અખિલ ભારતીય હસ્તકલા સપ્તાહ હેઠળ ઘડી કઢાયું આયોજન: ફ્રેબીક પેન્ટીંગ અંગે લોકોને નિદર્શન અપાયું
શહેરનાં વોટસન મ્યુઝીયમ ખાતે અખીલ ભારતીય હસ્તકલા સપ્તાહનું આયોજન થયું છે. તા.૩૦ સુધી ચાલનાર સપ્તાહમાં હસ્ત કલાને ઉતેજન મળે તથા કલા પ્રવૃત્તિ પ્રત્યે રસ ઉત્પન્ન થાય તે હેતુથી ફેબ્રીક પેઈન્ટીંગના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના કલાકાર મહાવીરસિંહ ઝાલા તથા કિંજલબેન પીઠડીયા દ્વારા ફેબ્રીક પેઈન્ટીંગનું નિદર્શન આપવામાં આવશે. મ્યુઝીયમ હેડ સંગીતા રામાનુજનાં જણાવ્યા મુજબ વોટસન મ્યુઝીયમ ૧૩૦ વર્ષ જૂનુ છે. મ્યુઝીયમમાં સંસ્કૃતીની જાળવણી લોકકલા અંતર્ગત વર્ષ દરમ્યાન અલગ અલગ કાર્યક્રમ થતા રહે છે તે અંતર્ગત હાલ તા.૨૪ થી ૩૦ સુધી અખીલ ભારતીય હસ્તકલા સપ્તાહનું આયોજન કરાયું છે. ગુજરાત સરકારના પૂરાતત્વ ખાતા દ્વારા આવા આયોજન કરવામાં આવે છે. ખાસ તો હસ્તકલાને ઉતેજન મળે અને બાળકોને પ્રોત્સાહન મળે તેવો હેતુ છે. અને વારસો જળવાઈ રહે તે માટે દર વર્ષે અલગ અલગ વિષય ઉપર કાર્યક્રમ રાખીએ છીએ જેમકે પેપર વર્ક છે આર્ટ ઉપર શીખવીએ છીએ.