દાદરાનગર હવેલી ક્રિકેટ એસો.ના પ્રમુખ મોહન ડેલકરની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટની ઓપનીંગ સેરેમની યોજાઈ

સેલવાસમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સેલવાસ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ભવ્ય શુભારંભ થયો હતો. એસ.સી.એલ.સીઝન ૪નાં ઉદઘાટન પ્રસંગે પૂર્વ સાંસદ તેમજ દાદરાનગર ક્રિકેટ એસો. અધ્યક્ષ મોહનભાઈ ડેલકર ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂ આતમાં ઉપસ્થિત અતિથિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે મોહનભાઈ ડેલકરે જણાવ્યું કે પ્રદેશનાં ઘણા ખેલાડીઓ નેશનલ લેવલ સુધી પહોચ્યા છે. ઉર્મિલા ખાંજેડકર હાલ નેશનલ લેવલે રમી રહી છે. પ્રદેશનાં યુવા ખેલાડીઓને અમારી તરફથી જે સહયોગની જરૂર હશે. તે આપવામાં આવશે. એસ.સી.અલે. સીઝન ૪માં કુલ ૧૦ ટીમોએ ભાગ લીધો છે. ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને રૂ.૩ લાખનો રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફી આપવામાં આવશે. જયારે રનર્સ અપ ટીમને રૂ.૨ લાખનો રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફી આપવામાં આવશે. આ સાથે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.

120 2ઉદઘાટન પ્રસંગે મોહન ડેલકર સાથે જિલ્લા પંચાયત પ્રમુખ રમણકાણવા, ઉપપ્રમુખ મહેશ ગાવિત, નગરપાલિકા અધ્યક્ષ રાકેશસિંહ ચૌહાણ, સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આગામી ૨૮મી સુધી ચાલનારા આ ટુર્નામેન્ટને નિહાળવા સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે દર્શકોની ભીડ ઉમટી પડી હતી. હાલ આ રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટને લઈને સમગ્ર સેલવાસમાં ક્રિકેટ ફીવર છવાયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.