પાકની વધુ એક નાપાક હરકત
૬ ઓક્ટોબર સુધીમાં પાકે ૩૫૮૯ વાર યુદ્ધ વિરામનો ભંગ કરી કાશ્મીરમાં શાંતિને ડહોળવાનો કર્યો પ્રયત્ન
જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. પૂંછ અને રાજૌરી સેકટરમાં પાકિસ્તાન દ્વારા વધુ એકવાર યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવ્યો છે. સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર દેગવર અને ખારી કરમારાના સરહદી વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી. સિઝફાયર ખાતે પાકિસ્તાન દ્વારા ગઇકાલની સાંજે ૬:૧૫ વાગ્યે દેગવર સેકટરમાં નાના હથિયારો વડે ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જે બાદ ખારી કરમારા વિસ્તારમાં ૬:૪૦ વાગ્યે ભારે બોમ બારી શરૂ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, શનિવારે પૂંછ સેક્ટરના મેનધાર વિસ્તારમાં પાક તરફથી થયેલા ફાયરિંગમાં બે જવાનો ઘવાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
યુદ્ધ વિરામ ભંગના સતાવાર આંકડા મુજબ ૬ ઓક્ટોબર સુધીમાં પાક દ્વારા ૩૫૮૯ વાર યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. જ્યારે વર્ષ ૨૦૧૯માં આ તારીખ સુધીમાં પાક દ્વારા ૩૧૬૮ વાર યુદ્ધ વિરામનો ભંગ કરાયો હતો. સપ્ટેમ્બર માસમાં સૌથી વધુ ૪૨૭ વાર યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવ્યો છે. તેમાં પણ ખાસ ઓક્ટોબર માસના ફક્ત ૬ દિવસમાં ૬૨ વાર પાક દ્વારા યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવ્યો છે.
દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાની એક ધાર્મિક શાળા સુરક્ષા એજન્સીઓની રડાર પર આવી ગઈ છે. આ શાળા આતંકવાદી ગ્રુપમાં ભરતીનું માધ્યમ બની ચુકી છે. ગુપ્તચર એજન્સીઓએ એવા ૧૩ વિદ્યાર્થી તથા ભૂતપુર્વ વિદ્યાર્થી એક યાદી તૈયાર કરી છે કે જે કોઈને કોઈ આતંકવાદી ગ્રુપમાં સામેલ થયા હોવાની માહિતી મળી છે. આ વિદ્યાર્થીઓ પૈકી એક સજ્જાદ ભટ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સીઆરપીએફના કાફલા પર હુમલો કરવામાં સંડોવાયેલો હતો.
પુલવામાં હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ શાળામાં અભ્યાસ કરનાર દક્ષિણ કાશ્મીરના કુલગામ, પુલવામા અને અનંતનાગ જિલ્લાના મોટાભાગના વિદ્યાર્થીઓ અને ભૂતપુર્વ વિદ્યાર્થીઓએ આતંકવાદી સંગઠન પોતાનો ભાગ બનાવેલા છે. ઉત્તર પ્રદેશ, કેરળ અને તેલંગાણાના અનેક વિદ્યાર્થીઓ પણ આ શાળામાં એડમિશન લીધેલુ હતું, જોકે ગયા વર્ષે કલમ ૩૭૦ ખતમ થયા બાદ આ પ્રકારના વિદ્યાર્થીઓની સંખ્યા જીરો થઈ ગઈ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકવાદી સજ્જાદ ભટનું નામ આવ્યા બાદ આ કેસમાં તપાસ શરૂ થઈ ગઈ છે. એવા ૧૩ વિદ્યાર્થી અથવા ભૂતપુર્વ વિદ્યાર્થીનું એક યાદીમાં નામ છે. સેંકડો એવા ઓવર ગ્રાઉન્ડ વર્કર છે, જે આ સંસ્થાના વિદ્યાર્થી અથવા ભૂતપુર્વ વિદ્યાર્થી છે. આ તમામ આતંકવાદી સંગઠનોની મદદ કરે છે. તાજેતરમાં જ બારામૂલાનો એક યુવક રજાઓ બાદ તેના ઘરેથી શાળાએ પરત ફર્યો હતો. બાદમાં જાણવા મળ્યુ કે તે આતંકવાદી ગ્રુપમાં સામેલ હતો. અહેવાલ પ્રમાણે આ ૧૩ આતંકવાદીઓ પૈકી મોટાભાગના શોપિયા અને પુલવામાંના રહેવાસી છે. આ મોટા આતંકવાદી પણ આ શાળામાંથી હતા.
આ વર્ષના ઓગસ્ટમાં પ્રતિબંધ લગાવવામાં આવેલ અલ-બદ્ર આતંકવાદી સંગઠનનો કમાન્ડર જુબૈર નેંગ્રૂ પણ આ શાળામાંથી હતો. આ ઉપરાંત હિજબુલ મુજાહિદ્દીનનો આતંકવાદી નાજિમ નજીર ડાર તથા એઝાઝ અહેમદ પોલ પણ તેમા સામેલ છે, જેને શોપિયામાં ૪ ઓગસ્ટના રોજ એક અથડામણમાં સુરક્ષા દળોએ ઠાક કર્યો હતો.