મહિનાના અંત સુધીમાં જીએસટી માટે ઇ-ડોક્યુમેન્ટ થશે તૈયાર

ગઇકાલે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ૬૬ જેટલી ચીજવસ્તુઓના કર દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઉપરાંત નાના ઉદ્યોગકારો માટે કમ્પોઝીશન સ્કીમ માટે પ૦ લાખ ‚પિયાની મર્યાદા વધારીને ૭પ લાખ કરવાનો નિર્ણય લેવાયો છે. એટલે કે, વાર્ષિક ‚ા.૭પ લાખ સુધીનો વેપાર કરતા વેપારીઓ, ઉત્પાદકો અને રેસ્ટોરાં માલિક આ વિકલ્પ પસંદ કરી શકશે. વેપારીઓને રેવન્યુના ૧%, ઉત્પાદકોને ર% અને રેસ્ટોરાં માલિકોને પ% ટેક્સ ચુકવવો પડશે.

અથાણા, કેચઅપ, ટોપીંગ અને ઇન્સ્ટન્ટ ફૂડ સહિતના ખાદ્ય પદાર્થો કર દર ઘટતા સસ્તા થશે. ઉદ્યોગ જગત દ્વારા કુલ ૧૩૩ ચીજવસ્તુઓ પરનો રેટ ઘટાડવાની ભલામણ કરવામાં આવી હતી. ટેક્સનો દર વર્તમાન ટેક્સની નજીક રહે તથા ચીજવસ્તુઓના વપરાશનું પ્રમાણ સહિતની બે બાબતોના આધારે નક્કી કરાયું છે. ખાદ્ય પદાર્થોની સાથોસાથ સીસીટીવી કેમેરા પણ સસ્તા થશે.

કાજુ પર નવો દર પ% રહેશે. અથાણા પર ૧૨%, અગરબતી પર ૫%, કાજળ પર ૧૮%, ડેન્ટલ વેક્સ પર ૧૮%, ઇન્સ્યુલીન પર ૮%, સ્કુલ બેગ પર ૧૮%, કટલેરી પર ૧૨% અને ટ્રેક્ટર પાર્ટસ પર ૧૮%નો કર દર નક્કી કરવામાં આવ્યો છે. સિનેમાઘરોમાં ૧૦૦ ‚પિયા સુધીની ટીકીટ પર ૧૮% ટેક્સ લાગુ પડશે. જ્યારે ‚ા.૧૦૦ થી વધારેની ટીકીટ પર ૨૮% ટેક્સ વસુલવામાં આવશે. સરકારે પ્રાદેશિક ફિલ્મોને રાહત આપવાનો નિર્ણય લીધો છે.

ડાયમંડ પ્રોસેસિંગ, ટેક્સટાઇલ, લેધર અને પ્રિન્ટીંગના જોબવર્ક પરનો ટેક્સ ૧૫%થી ઘટાડીને ૫% કરવામાં આવ્યો છે. કોમ્પ્યુટર પ્રિન્ટર અને સીસીટીવી કેમેરા ઉપર અત્યાર સુધી ૨૮% જીએસટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ હવે આ ટેક્સ ઘટાડીને ૧૮% કરવામાં આવ્યો છે.પરિણામે કોમ્પ્યુટર, પ્રિન્ટર અને સીસીટીવી કેમેરા સસ્તા થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.