સુરક્ષા માટે હંગામી કંટ્રોલ રૂમ, ૧૬ વોચ ટાવર સહિત સજ્જડ સુરક્ષા ગોઠવાશે
રાજકોટ જ નહીં બલ્કે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ‘ગોરસ’ મેળાના નામથી આયોજીત લોકમેળો આ વખતે તીસરી આંખ એટલે કે સીસીટીવી કેમેરાથી સજ્જ હશે આ ઉપરાંત ૧૬ વોચટાવરથી મેળાની મજા માણવા આવતા લોકોને સુરક્ષા પુરી પાડવામાં આવશે. મેળાને વધુ આકર્ષક બનાવવા માટે તસવીર સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું છે તો રાઉન્ડ ધ કલોક મેળાની સફાઈ પણ રહેશે.
રાંધણ છઠ્ઠના દિવસે ખુલ્લા મુકાનારા લોકમેળામાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે થોડા-થોડા અંતરે વ્યુહાત્મક પોઈન્ટ ઉપર સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે.
આ ઉપરાંત ૧૬ જેટલા ટાવર પણ ઉભા કરવામાં આવશે. આ વખતે તંત્ર દ્વારા લોકમેળામાં તસવીર સ્પર્ધાનું આયોજન કરી એક નવું જ આકર્ષણ ઉભુ કરવામાં આવ્યું છે. આ તસવીર સ્પર્ધાનો વિષય ગોરસ મેળો રહેશે અને તેમાં ત્રણ શ્રેષ્ઠ તસવીરને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તા.૧ સપ્ટેમ્બરથી ૫ સપ્ટેમ્બર સુધી યોજાનારા ગોરસ લોકમેળામાં મહાલતું જનજીવન, ભાતીગળ, પહેરવેશ, આનંદ-પ્રમોદની પ્રવૃતિ, મેળાના આકર્ષક સ્ટોલ્સ સહિતનીબાબતો તસવીરમાં કેન્દ્ર સ્થાને રાખવાની રહેશે.
લોકમેળામાં તકેદારીના ભાગરૂપે તંત્રએ રાઉન્ડ ધ કલોક સફાઈ કરવાનો નિર્ણય લીધો છે અને વધુ સંખ્યામાં સફાઈ કામદારો તૈનાત કરી મેળાને ચોખ્ખો રાખવામાં આવશે. આ ઉપરાંત પ્લાસ્ટીકનો ઉપયોગ ન થાય તેના ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવશે. એકંદરે મેળો પ્લાસ્ટીકથી મુકત રાખવા ધ્યાન કેન્દ્રીત કરશે. તદ્ઉપરાંત ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા લોકોના આરોગ્યને જાળવણી માટે તા.૧ થી ૫ સુધી ફૂડ સેફટી મોબાઈલ વાહન મેળાના મેદાનમાં મુકવામાં આવશે જેમાં કોઈ પણ વ્યક્તિ વિનામુલ્યે પરિશ્રમ કરાવી શકશે અને જો ભેળસેળ સાબીત થશે તો તુરંત કડક કાર્યવાહી કરવામાં આવશે. આમ ભેળસેળ કરનારા સાબીત થો તો તુરંત કડક કાર્યવાહી કરવામાં આવશે.આમ ભેળસેળ કરનારા તત્ત્વોની આ વખતે ખેર નથી તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી જયારે મેળામાં આનંદ માણવા આવતી યુવતીઓની રંજાડ કરતા રોમિયા તત્ત્વોને નાથવા માટે પોલીસ તો તેનાત રહેશે પરંતુ આ વખતે ‘દુર્ગાવાહિની મહિલા સેલ’ પણ ખડેપગે રહેશે. ૧૫૦ જેટલી મહિલાઓની સુરક્ષા અને સલામતિનો ભંગ કરી શારીરિક કે શાબ્દિક છેડતી કરનાર રોમીયાઓને મહિલા સેલની મહિલાઓ સ્થળ ઉપર મેથીપાક અને ચંપલપાક ચખાડશે.