ઉના શહેરમાં કાયદો-વ્યવસ્થા કથિત જવાથી ઉના ત્રિકોણબાગ બસ સ્ટેશન, વડલે વિસ્તારમાં કેમેરા ગોઠવામાં આવ્યા છે. જેથી કરી ચોરી કે જૂથ અથડામણ થાય તો કેમેરામાં જોઈ શકાય કેમેરાના ડરથી લોકો સાવચેત રહેતા હોય છે. પરંતુ અહીં કેમેરા શોભાના ગાંઠીયા સમાન છે. કેમેરામાં રેકોર્ડીંગ જોવા જાય તો તેમાં રેકોર્ડીંગ ડીસ ચોરાય જાય છે તે જવાબ મળે છે. બસ સ્ટેન્ડ વિસ્તારમાં ચોરી, લવરીયા લોકો અવાર-નવાર ખુલ્લેઆમ રખડતા હોય છે.
પરંતુ કેમેરા બંધ હોવાથી કોઈ કાર્યવાહી આગળ વધતી નથી જેથી કરી કેમેરામાં રેકોર્ડીંગ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ.