યાર્ડના ચેરમેન ગોપાલ શીંગાળા અને વા. ચેરમેન કનકસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા તેમજ વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા એ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ પાણીને પત્ર લખી માંગ કરી હતી કે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ખેડુતભાઇઓના કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામા આવે છે. આ ખરીદી કાર્યવાહી લોકડાઉનને કારણે ખુબ જ ધીમી ગતિએ ચાલતી હતી. હાલમાં ગોડલ માર્કેટ યાર્ડ માં સી.સી.આઇ. ની કપાસની ખરીદી બંધ રહેલ છે.
લોકડાઉનને કારણે ખેડૂતો તેમને કપાસ ખુલ્લા બજારમાં વેચી શકેલ નથી કારણે કે ખુલ્લા બજારમાં કપાસના ભાવ ઘણા નીચા હતા તેમજ ખરીદનારાઓ પણ હતા નહીં જેથી ખેડુતભાઇઓએ સી.સી.આઇ.ને કપાસ વેચાણ કરવા માટે મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવેલ છે.
તેમજ ઘણા ખેડતોને રજીસ્ટ્રેશન કરાવવું પણ બાકી રહેલ છે. બજાર સમિતિ ગોંડલમાં ર૫૫૦ ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. જેમાં ૯૦૦ ખેડતોની કપાસની ખરીદી થયેલ છે. આમ હજુ મોટી સંખ્યામાં ખેડૂતોને કપાસનું વેચાણ બાકી હોવાથી નવું રજિસ્ટ્રેશન કરી શકાતું નથી.