સી.સી. ટી.વી. કોઇ રમકડા નથી નિચલી અદાલતોમાં લાગ્યા પછી જ ઉપલી અદાલતોમાં વિચારી શકાય તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.
અદાલતોમાં સી.સી. ટી.વી. કેમેરા લગાવવાના મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સૌ પ્રથમ ટ્રાયલ કોર્ટો અને ટ્રિબ્યુનલ કોર્ટોમાં સી.સી. ટી.વી. કેમેરા લગાવવાનો પ્રાયલોટ પ્રોજેકટ શરુ કરી શકાય.
અગર તેમાં સફળતા મળે તો ત્યાર બાદ જ હાઇકોર્ટો અને સુપ્રીમ કોર્ટોની રુમોમાં તેનો ઉ૫યોગ વિચારી શકાય. કોર્ટના જસ્ટીસ સુપ્રીમ આર્દશ ગોહેલ અને યુ.યુ. લલીતની બેંચે જણાવ્યું હતું કે સી.સી. ટી.વી. કેમેરા કોઇ રમકડા નથી નિચલી અદાલતોમાં લાગ્યા પછી જ ઉપલી અદાલતોમાં વિચારી શકાય. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે જયુડીશ્યલ પ્રોસીડીંગ્સનું રેકોડીંગ કરવા અદાલતોની ટ્રાયલ ‚મોમાં સી.સી. ટી.વી. કેમેરા લગાવવાનો મામલો પેન્ડીંગ છે.
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે – આ એક ગંભીર મામલો છે. આ સિવાય આગામી સુનાવણી પહેલા સી.સી. પી.વી. ઇન્સ્ટોલેશન અંગેનો સ્ટેટસ રીપોર્ટ સબમીટ કરવા આદેશ કરાયો છે.
અગાઉ સુપ્રીમ કોર્ટે અદાલતની કાર્યવાહીનું રેકોડીંગ જાહેર થાય તેની હિમાયત કરી હતી પરંતુ હવે પ્રથમ નીચલી અદાલતોમાં અને ત્યારબાદ ઉપલી અદાલતોમાં તેના ઉપયોગ અંગે વિચાર કરવા જણાવ્યું હતું.સર્વોચ્ચ અદાલતે શરુઆતમાં કહ્યું હતું કે અદાલતમાં કાંઇ જ ખાનગી બિના બનતી નથી તેથી કલોઝ સરકીટ ટેલીવિઝન (સીસીટીવી) લગાવવા સામે કોઇ પ્રશ્ર્ન નથી.