સુરેન્દ્રાનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રીએ જિલ્લાશમાં ધાડ, લૂટ અને ચોરીના ગુના થતાં અટકાવવા, વણશોધાયેલા ગુનાઓ શોધવા માટે તથા લોકોની જાનમાલની રક્ષા તેમજ તેમને સુરક્ષા પુરી પાડવા તથા ગુનેગારો અને ગુનામાં વપરાયેલા વાહનો આઈડેન્ટી ફાઈ થઈ શકે, ગુનો ડીટેક્ટ કરવામાં સરળતા રહે અને ગુનેગારોની વિરૂધ્ધમાં સબળ પુરાવો કોર્ટ સમક્ષ રજુ કરી શકાય તે હેતુથી સુરેન્દ્રનગર જિલ્લા – શહેરમાં તથા હાઈવે ઉપર આવેલ તમામ હોટલ, રેસ્ટો રન્ટે તમામ પેટ્રોલપંપો, તમામ ટોલ પ્લાઝા, શોપીંગ મોલ, કોમ્પલેક્ષ, સરકારી હોસ્પિતટલ તેમજ ખાનગી હોસ્પિપટલ, સરકારી રેસ્ટલ હાઉસ, જયાં મુસાફરોને રોકાવવાની સગવડ પુરી પાડવામાં આવતી હોય તે તમામ ધર્મશાળા, કલબો, મુસાફિરખાના, બસ સ્ટેસશન, રેલ્વે સ્ટેવશનોમાં પુરતી સંખ્યાોમાં સી.સી. ટીવી કેમેરા (નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સીસ્ટમ રાખવા એક જાહેરનામા દ્વારા આદેશ ફરમાવેલ છે.
આ જાહેરનામામાં જણાવ્યાર પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિ હોટલ પર ચા – નાસ્તોા કરવા કે જમવા માટે આવે ત્યારે ભોજનકક્ષ તથા હોટલની બાજુમાં આવેલ દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે કેમેરા ગોઠવવા તથા ભોજનકક્ષમાં બેઠેલ વ્ય ક્તિઓનું રેકોર્ડીંગ થઈ શકે તથા હોટલમાં આવતી જતી વ્યક્તિઓ તથા વાહનોની ઓળખ થઈ શકે તે રીતે પુરતી સંખ્યાડમાં કેમેરા ગોઠવવા, હાઈવે પર આવેલ પેટ્રોલપમ્પશના ફીલીંગ સ્ટેતશન ઉપર તથા પેટ્રોલ પમ્પગની બાજુમાં આવેલ દુકાનો ઉપર ગાડીના નંબરો દેખાય તે રીતે અને ડ્રાઈવર અને તેની બાજુમાં બેઠેલી વ્યલક્તિનું રેકોર્ડીંગ થઈ શકે તે રીતે પુરતી સંખ્યાતમાં કેમેરા ગોઠવવા, હાઈવે ઉપર આવેલ તમામ ટોલ પ્લાઝા ઉપર આવતા – જતા દરેક વાહનોના નંબર દેખાય તથા વાહનમાં બેઠેલ વ્ય ક્તિઓની ઓળખ થઈ શકે તે રીતે પુરતી સંખ્યામાં કેમેરા ગોઠવવા તેમજ આ સી.સી. ટીવી કેમેરા રાત્રિ દરમિયાન પણ રેકોર્ડિંગ કરી શકે તે પ્રકારના ઉચ્ચ ગુણવત્તાવાળા અને તેમાં ૧પ દિવસ સુધી રેકોર્ડિંગ રહે તે મુજબની વ્યીવસ્થાકવાળા હોવા જોઈએ.
આ જાહેરનામું સુરેન્દ્રુનગર જિલ્લામાં તા.૩૦/૬/૨૦૧૮ના સમયગાળા દરમિયાન અમલમાં રહેશે. જો કોઈપણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે, તેમ કરવામાં મદદગારી કરશે તો તે દંડ અને શિક્ષાને પાત્ર થશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com