વિદ્યાર્થીનીઓએ બાજી મારી: છોકરીઓનું પરિણામ 99.67 જ્યારે છોકરાઓનું પરિણામ 99.13 ટકા નોંધાયુ
ચાલુ વર્ષે માસ પ્રમોશનના લીધે મેરીટ લિસ્ટ જાહેર ના કરાયું
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) આજે ધોરણ 12 બોર્ડનું રિઝલ્ટ જાહેર કર્યું છે. સુપ્રીમ કોર્ટે પરિણામ જાહેર કરવા માટે 31 જુલાઈ સુધીની ડેડલાઈન આપી હતી. વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે. 99.37% વિદ્યાર્થીઓ પાસ થયા, 0.54% સાથે છોકરીઓ આગળ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ ડિજીલોકર, ઉમંગ એપ અને અન્ય પ્લેટફોર્મ પર પણ 10 અને 12 નું પરિણામ મેળવી શકશે.
વિદ્યાર્થીઓ સીબીએસઇમાં નોંધાયેલા તેમના મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ડિજિલોકર – digilocker.gov.in પર લોગિન કરી શકે છે અને એપ્લિકેશનમાંથી તેમની માર્કશીટ અને પ્રમાણપત્રો ડાઉનલોડ કરી શકે છે. આ વર્ષથી બોર્ડ ડિજિલોકર દ્વારા માઈગ્રેશન પ્રમાણપત્રની સોફ્ટ કોપી પણ આપશે. હાર્ડ કોપી ફક્ત વિનંતી પર જ આપવામાં આવશે.
CBSEએ ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે રોલ નંબર ફાઈન્ડર લોન્ચ કર્યું છે. આ લિંક બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ cbse.gov.in પર એક્ટિવ થઈ ગઈ છે. કેન્ડિડેટ્સ પોતાનો રોલ નંબર જોઈ શકે છે.
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે.જેમાં CBSE બોર્ડ દ્વારા જાહેરતા કરવામાં આવી છે કે, આ વખતે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે નહિ.
સીબીએસઇનું 12 માનું પરિણામ 30:50:40 ફોર્મ્યુલા પર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 10 અને 11 મા ગુણને 30-30 ટકા વેઈટેજ આપવામાં આવ્યું છે અને 12 મા ધોરણની આંતરિક પરીક્ષા માટે 40 ટકા વેઈટેજ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના 10 મા વર્ગના 5 માંથી શ્રેષ્ઠ 3 પેપર્સના માર્કસ લેવામાં આવ્યા છે. તેવી જ રીતે વર્ગ 11 ના શ્રેષ્ઠ 3 પેપર્સના નંબર પણ લેવામાં આવ્યા છે. આ જ સમયે, ધોરણ 12માના વિદ્યાર્થીઓના યુનિટ, ટર્મ અને પ્રેક્ટિકલ પરીક્ષાના ગુણ લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પરિણામથી સંતુષ્ટ નથી તેમને પરીક્ષા આપવાની તક આપવામાં આવશે. જોકે, આ માટે કોરોના વાયરસની સ્થિતિ સામાન્ય થવાની રાહ જોવી પડશે.
આ રીતે રિઝલ્ટ ચેક કરો
- સૌપ્રથમ CBSEની ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર જાઓ.
- અહીં હોમપેજ પર ધોરણ 12 માટે CBSE Results 2021 લિંક પર ક્લિક કરો.
- હવે એક નવું પેજ ખૂલતા કેન્ડિડેટ્સે લોગિન કરો.
- લોગિન કરતાની સાથે જ ડિસ્પ્લે પર રિઝલ્ટ આવી જશે.
- રિઝલ્ટ જોયા પછી ડાઉનલોડ કરી હાર્ડ કોપી સાચવવી
સમયસર ડેટા ન આવતા 65 હજાર વિદ્યાર્થીઓનું પરિણામ અટક્યું
ઉલ્લેખનીય છે કે, 65,184થી વધારે વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર નથી થઇ શક્યું. 5 ઓગસ્ટના રોજ વિદ્યાર્થીઓને પરિણામ મળશે. આવું એટલાં માટે થયું કારણ કે, અનેક સ્કૂલ કાં તો ખોટા ડેટા આપે છે અથવા તો સમય પર ડેટા જમા નથી કરી શક્યા