સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને 10માના લાખો વિદ્યાર્થીઓનાં રિઝલ્ટની રાહનો હવે અંત આવ્યો. બોર્ડે મંગળવાર બપોરે 12 વાગે 10માનું રિઝલ્ટ જાહેર કરી દીધું. એમાં 99.04% વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વખતે પણ છોકરીઓએ જ બાજી મારી છે. પાસ થયેલા છોકરાઓની તુલનામાં છોકરીઓ 0.35% વધારે છે.
વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓએ બાજી મારી: સીબીએસઇ બોર્ડની વેબસાઈટ તેમજ ડિજિલોકોર અને SMS દ્વારા પણ રિઝલ્ટ જોઈ શકશે
પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓને પરિક્ષા આપવાનો મોકો મળશે
વિદ્યાર્થીઓ CBSEની ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in દ્વારા પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે. એ સિવાય ડિજિલોકોર અને SMS દ્વારા પણ રિઝલ્ટ જોઈ શકે છે. કોરોનાને કારણે પરીક્ષા વગર પરિણામ જાહેર કરવાને કારણે મેરિટ લિસ્ટ આ વખતે પણ જાહેર કરવામાં નથી આવ્યું.
10માનું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર પોતાનું પરિણામ જોઈ શકે છે. આ વર્ષે કોરોનાને કારણે 10માની પરીક્ષા કેન્સલ કરવામાં આવી હતી. ત્યાર બાદ બોર્ડે ઈન્ટર્નલ અસેસમેન્ટ સ્કીમ અંતર્ગત પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. આવી સ્થિતિમાં આ વર્ષે પણ બોર્ડ મેરિટ લિસ્ટ જાહેર નહીં કરે તેમજ પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની પણ તક આપવામાં આવશે.
વિદ્યાર્થીઓ ઉમંગ એપ અને SMS દ્વારા પણ પોતાનું પરિણામ જોઈ શકશે. એના માટે તેમને પહેલા ઉમંગ એપ ડાઉનલોડ કરવી પડશે. વિદ્યાર્થીઓ એને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. ત્યાર બાદ અહીં રહેલા ઓપ્શનમાં CBSE સિલેક્ટ કરીને લોગ-ઇન કરવું. લોગ-ઇન કરતાં જ પરિણામ ઓપન થઈ જશે.