ધો.૧૨ની બાકી રહેલી પરીક્ષાઓને લઈ હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી: સીબીએઈસએ સચિવ અનુરોગ ત્રિપાઠીએ આપી માહિતી
કોરોના વાયરસને લઈ લોકડાઉન વચ્ચે સેન્ટ્રલ બોર્ડ એજ્યુકેશન સીબીએસઈ દ્વારા મહત્વના સમાચાર જાહેર કરાયા છે. કોરોનાના કહેર વચ્ચે સીબીએસઈ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ધો.૧૦માં બોર્ડની પરીક્ષા લેવી તે શકય નથી. વિદ્યાર્થીઓને ઈન્ટર બેઈઝ પર પાસ કરવામાં આવશે. જો કે ૧૨માં ધોરણની પરીક્ષાને લઈ સસ્પેન્સ હજુ યથાવત છે. સીબીએસઈના સચિવ અનુરાગ ત્રિપાઠીએ મીડિયા સાથેની વાતચીતમાં માહિતી આપી હતી.
સીબીએસઈ સચિવ અનુરાગ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ધો.૧૦માં બાકી રહેલા પેપર નાના-નાના વિષયના હતા. હવે આ વિષયની પરીક્ષા લેવામાં આવશે નહીં. ઈન્ટરને અસેસ્મેન્ટ અને બેઈઝ આધારીત પરિણામ બનાવવામાં આવશે અને તે પ્રો-ડેટા બેઈઝ પર નક્કી કરવામાં આવશે. ધો.૧૨ની પરીક્ષા સંદર્ભે તેઓએ જણાવ્યું હતું કે, ધો.૧૨ની જે વિષયની પરીક્ષા બાકી છે તે અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોરોના વાયરસના સંકટ પર સીબીએસઈના સચિવે જણાવ્યું હતું કે, જ્યારે કોવિડનું સંકટ છે. સીબીએસઈ બોર્ડ સહિત દુનિયાભરની સંસ્થાઓમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને મારે વાલીઓને એટલો જ સંદેશ છે કે, પેનીક ન થશો અને વિદ્યાર્થી-વાલીઓ આ બાબતે ધીરજ રાખવી.
રાજકોટ દિલ્હી પબ્લિક સ્કૂલના પ્રિન્સીપાલ મનોજ દુબેએ જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિને જોતા પરીક્ષા લેવી અશકય લાગી રહ્યું છે. જો કે, ધો.૧૦ની બાકી રહેલી પરીક્ષા હવે લેવાશે નહીં પરંતુ હજુ ધો.૧૨ની મુખ્ય વિષયની પરીક્ષાઓ બાકી છે તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. આવતા દિવસોમાં પરીક્ષા લેવી કે નહીં તે અંગે નિર્ણય થશે.