પાંચ રાજયોમાં ચૂંટણી હોવાને કારણે ફેબ્રુઆરીમાં પરીક્ષા લેવાની અરજી માનવ વિકાસ મંત્રાલયે ઠુકરાવી
સીબીએસઈ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ વિશે ઔપચારીક સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે કે, સીબીએસઈ ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ફેબ્રુઆરીને બદલે માર્ચના લેવાશે. થોડા સમય પહેલા અમુક રિપોર્ટ પ્રમાણે બોર્ડની પરીક્ષાના ટાઈમ તૈયાર કરી દેવામાં આવ્યા છે તેવી બાતમી મળી રહી હતી.
સીબીએસઈ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, પરીક્ષાની તારીખો નકકી કરી દેવામાં આવી છે. જે આવનાર વર્ષે માર્ચમાં જ યોજાશે, હજુ તેના ટાઈમ ટેબલમાં ફેરફારો થઈ શકે છે.
જોકે આ પૂર્વે સીબીએસઈ બોર્ડ દ્વારા ફેબ્રુઆરીના મધ્યથી પરીક્ષા લેવાની દરખાસ્ત કરવામાં આવી હતી પરંતુ માનવ વિકાસ મંત્રાલયે આ પ્રસ્તાવને સ્વિકૃતિ આપી નથી. આ પરીક્ષાને ૫ રાજયોમાં સાથે ચૂંટણી હોવાને કારણે મોડી કરવામાં આવી છે હવે સીબીએસઈ ધો.૧૦-૧૨ની પરીક્ષા આવનારી ૯ માર્ચે યોજાવાની છે.
ધોરણ ૧૦ની પરીક્ષા ૧૦ એપ્રિલ સુધી ચાલશે તો ધો.૧૦ની પરીક્ષા ૨૯ એપ્રિલ સુધી ચાલશે. વર્ષ ૨૦૧૭ની સીબીએસઈ પરીક્ષામાં ૧૦,૬૭૮ સ્કૂલોમાંથી કુલ ૧૦,૯૮,૮૯૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ૪,૬૦,૦૨૬ છોકરીઓ અને ૬,૩૮,૮૬૫ છોકરાઓએ પરીક્ષા આપી હતી.
ગત વર્ષની સીબીએસઈ ધો.૧૦ની પરીક્ષામાં ૧૫.૭૩ ટકાનો વધારો નોંધાયો હતો. તો સીબીએસઈ સ્કુલોમાં પણ વધારો નોંધાયો હતો. વર્ષ ૨૦૧૬માં ૭,૩૩,૨૫૫ વિદ્યાર્થીઓ ધો.૧૦ની પરીક્ષામાં જોડાયા હતા ત્યારે આ વર્ષે તે આંકડો ૭,૮૧,૪૩૬ સાથે વૃદ્ધિ પામ્યો છે તો ગત વર્ષે સીબીએસઈ બોર્ડ ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ ૩ જૂને તો ધો.૧૨નું પરીણામ ૨૮મી મે ના રોજ જાહેર કર્યું હતું.