ધો.૧૦માં ૧૬ લાખ અને ધો.૧૨માં ૧૧ લાખ વિદ્યાર્થીઓએ પેપર આપ્યુંડાયાબિટીસથી પિડાતા વિદ્યાર્થીઓ માટે વિશેષ સુવિધા
ધુળેટીના રંગમાં રંગાયેલ રંગીલુ રાજકોટ આજે હોળીના પર્વ બાદ પરીક્ષાનો માહોલ જોવા મળ્યો હતો.આજથી સીબીએસઈ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો હતો. સવારે ૧૦:૩૦થી શ‚ થનાર પરીક્ષા માટે વિદ્યાર્થીઓ તથા માતા-પિતા પરીક્ષાના સમય પહેલા જ કેન્દ્રએ પહોંચી ગયા હતા.
ધો.૧૦ના ૪૫૦ જેટલા અંદાજીત તથા ધો.૧૨ના ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓએ આજે કેન્દ્ર કેન્દ્રીય વિદ્યાલયમાં પરીક્ષા આપી હતી જયાં વિદ્યાર્થીને તમામ પ્રકારની સગવડો આપવામાં આવી હતી.
પરીક્ષા આપવા જતા પહેલા વિદ્યાર્થીઓમાં નવેસનેસ જોવા મળી હતી પરંતુ ઘણા વિદ્યાર્થીઓ એટલે પણ ચિંતામુકત હતા કારણકે આજે અંગ્રેજી વિષયનું પેપર હતું તથા વિદ્યાર્થીઓના વાલીઓ પણ ખુબ જ હળવા માહોલમાં જણાતા હતા.
સીબીએસઈ ધો.૧૦,૧૨ની પરીક્ષા આજથી શ‚ થઈ રહી છે. આ પરિક્ષામાં ૨૮ લાખથી વધુ વિદ્યાર્થીઓ હાજર રહેશે.સીબીએસઈના એક અધિકારીએ જણાવ્યું હતુ કે ધો.૧૦ની પરિક્ષા માટે ૧૬ લાખ ૩૮ હજાર ૪૨૮ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ત્યારે ધો.૧૨ બોર્ડની પરીક્ષા ૧૧ લાખ ૮૬ હજાર ૩૦૬ છાત્ર આપશે. પરિક્ષા આજરોજ સવારે સાડા દસ વાગ્યાથી શ‚ થઈ છે.
૧૦મી બોર્ડની પરિક્ષા માટે ભારતમાં કુલ ૪,૪૫૩ તેમજ વિદેશમાં ૭૧ પરિક્ષા કેન્દ્રો છે. આ રીતે ૧૨ માની પરિક્ષા માટે કુલ ૪,૧૩૮ અને વિદેશમાં ૭૧ સેન્ટરો છે.
આ પરિક્ષામાં ખાસ વાત તો એ છે કે ડાયાબિટીઝ ધરાવતા વિદ્યાર્થીઓને નાસ્તો લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે. તેઓ શુગર ટેબલેટ, અને ફળો પરિક્ષા ખંડમાં લઈ જઈ શકે છે.આ ઉપરાંત તેઓ ટ્રાન્સપેરેન્ટ બોટલમાં પાણી ભરીને લઈ જઈ શકે છે. પરંતુ વિદ્યાર્થીઓને પેકેટ ફુડ, ચોકલેટ, કેન્ડી, અથવા સેન્ડવિચ લઈ જવાની પરવાનગી આપવામાં આવી હતી.
આ વર્ષથી જે પરિક્ષાર્થીઓ લખી શકતા નથી. તેમને માટે ઈન્ટરનેટ સેવા વિનાનું લેપટોપ રાખવાની છૂટ આપવામાં આવી છે. કુલ ૪,૫૧૦ અને ૨૮૫૪ વિવિધ ‚પે ડિસેબલ બાળકો પરિક્ષા માટે નોંધાયા છે.
સીબીએસઈના વિદ્યાર્થીઓને આ વર્ષે મોટી રાહતો અને સુવિધાઓ આપવામાં આવી રહી છે. ધો.૧૦ની પરિક્ષા માટે વિદ્યાર્થીઓએ ફકત આ વર્ષ માટે જ કુલ ૩૩ ટકા જ પાસિંગ માર્ક લાવવાના રહેશે.
વિદ્યાર્થીઓએ બોર્ડ તેમજ ઈન્ટરનલ એમ કુલ ૩૩ ટકા જ માર્ક મેળવવાના રહેશે. આમ આ વર્ષે સીબીએસઈ બોર્ડની પરિક્ષા માટે વિદ્યાર્થીઓને અનેક‚પે રાહતો આપવામાં આવી છે.
પેપર અભ્યાસક્રમમાંથી પુછાયું હોવાથી વિદ્યાર્થીઓ હળવા મુડમાં રહ્યા: ખુશી મહેતા
રાજકુમાર કોલેજમાં ભણતા વિદ્યાર્થિની ખુશી મહેતાએ જણાવ્યું હતું કે, અંગ્રેજીનું પેપર સરળ હતું પરંતુ લેન્ધી હતું. વિદ્યાર્થીઓને ટાઈમ મેનેજમેન્ટ પણ થઈ ગયું હોવાને કારણે પ્રશ્ર્ન ઉભા થયા ન હતા તથા પરીક્ષાખંડમાં સુપર વાઈઝરના સપોર્ટને કારણે તેઓ શાંતિપૂર્ણ રીતે પેપર પુરુ કરી શકયા. અંગ્રેજીનું પેપર સરળ તથા અભ્યાસક્રમમાંથી જ વાંચયું હોવાને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા બાદ હળવા મુડમાં હતા પરંતુ કયાંકને કયાંક આગામી ફિઝિકસનું પેપર હોવાને કારણે થોડુક ટેન્શન પણ જણાતું હતું.