ધોરણ ૧૦ અને ૧રની બોર્ડ પરીક્ષામાં સમગ્ર દેશમાંથી ૨૭.૬૫ લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (સીબીએસઇ)ની ધોરણ-૧૨ની પરીક્ષાઓ આજથી શરૂ થશે. સમગ્ર દેશમાંથી ધોરણ-૧૦ની પરીક્ષા માટે ૧૬.૬૭ લાખ અને ધોરણ-૧૨ની પરીક્ષા માટે ૧૦.૯૮ લાખ વિદ્યાર્થીઓ મળી કુલ ૨૭.૬૫ લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. સીબીએસઇની પરીક્ષા આ વખતે એક સપ્તાહ મોડી શરૂ થઈ રહી છે. દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને બોર્ડ દ્વારા પરીક્ષા એક સપ્તાહ મોડી શરૂ કરવાનું નક્કી કર્યુ હતું. જોકે વિદ્યાર્થીઓના પરિણામ સમયસર મળી રહે તે માટે બોર્ડ દ્વારા પ્રયાસ કરાયા છે. જ્યારે ધોરણ ૧૦ની પરિક્ષા આવતીકાલથી શરૂ થશે. સીબીએસઇ બોર્ડની ધોરણ-૧૨ની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થશે. આ પરીક્ષામાં સમગ્ર દેશમાંથી ૨૭.૬૫ લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.
ગતવર્ષની સરખામણીમાં આ વખતે ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓની સંખ્યા ૧.૭ લાખ જેટલી વધી છે અને ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓની સંખ્યામાં ૩૩ હજારનો વધારો થયો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
સીબીએસઇ બોર્ડ દ્વારા દરવર્ષે માર્ચની શરૂઆતમાં જ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષા લેવામાં આવે છે. પરંતુ આ વખતે દેશના પાંચ રાજ્યો પંજાબ, ગોવા, મણીપુર, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં ચૂંટણી હોવાના લીધે બોર્ડ દ્વારા પરીક્ષા એક સપ્તાહ કરતા વધુ સમય મોડી લેવાનું નક્કી કરાયું હતું. બોર્ડ દ્વારા પરીક્ષા મોડી લેવાની જાહેરાત અગાઉથી જ કરી દેવામાં આવી હતી. બોર્ડ દ્વારા પરીક્ષાની વચ્ચે વિદ્યાર્થીઓને તૈયારી કરવાનો સમય મળી રહે તે માટે પુરતો ગેપ પણ આપવાનો પ્રયાસ કર્યો છે. આ વખતે બોર્ડ દ્વારા આઈટીને લગતા અનેક નવા પગલા લીધા છે જેના પગલે પરિણામ સમયસર તૈયાર કરવામાં મદદ મળશે. સીબીએસઇ બોર્ડની ધોરણ-૧૦ની પરીક્ષા બોર્ડ બેઝ્ડ અને સ્કૂલ બેઝ્ડ એમ બે પધ્ધતિથી લેવામાં આવે છે. ધોરણ-૧૦ની પરીક્ષામાં બંને પધ્ધતિમાં મળી કુલ ૧૬.૬૭ લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.
જેમાં બોર્ડ બેઝ્ડ પરીક્ષા માટે સમગ્ર દેશમાંથી ૮.૮૪ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે સ્કુલ બેઝ્ડ પરીક્ષા માટે સમગ્ર દેશમાંથી ૭.૮૨ લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગતવર્ષની સરખામણીમાં ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧.૭૬ લાખ જેટલા વિદ્યાર્થીઓનો વધારો થયો હોવાનું જાણવા મળે છે. જ્યારે ધોરણ-૧૨ની પરીક્ષામાં સમગ્ર દેશમાંથી ૧૦.૯૮ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. સીબીએસઇની પરીક્ષામાં પ્રથમ દિવસે ધોરણ-૧૨માં ઈંગ્લિશ ઈલેક્ટિવ અને ઈંગ્લિશ કોરની પરીક્ષા લેવામાં આવશે. જ્યારે ધોરણ-૧૦માં મહત્વના ન કહી શકાય તેવા વિષયની પરીક્ષા છે. જ્યારે બીજા દિવસે ધોરણ-૧૦માં હિન્દીની પરીક્ષા લેવાશે.