ગાંધીનગરમાં સીબીએસઈ ચેરમેન ચતુર્વેદી સાથે શાળાઓના પ્રતિનિધિ મંડળ સાથેની બેઠકમાં લેવાયો નિર્ણય

હવેથી રાજયની સીબીએસઈ સ્કુલોએ રાજય સરકારના ફિ નિર્ધારણ નિયમનું પાલન કરવું પડશે. તાજેતરમાં ગાંધીનગર ખાતે સીબીએસઈના ચેરમેન તેમજ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સીબીએસઈ શાળાના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક થઈ હતી. જેમાં સીબીએસઈના ચેરમેન આર.કે.ચતુર્વેદીએ તમામ સીબીએસઈ શાળાઓને રાજય સરકારના ફિ નિર્ધારણ નિયમને અનુસરવા કહ્યું છે.

હાલ સીબીએસઈ શાળાઓ હાઈકોર્ટમાં રાજય સરકારના ફિ નિર્ધારણના નિયમો સામે લડી રહી છે ત્યારે ચેરમેન ચતુર્વેદીનું આ સુચન મહત્વનું માનવામાં આવી રહ્યું છે. રાજય સરકારે એપ્રીલમાં ખાનગી શાળાઓમાં લેવાતી ફિ નક્કી કરવા નિર્ધારણ સમીતી રચી હતી. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ માટે વાર્ષિક ફિ લીમીટ અનુક્રમે રૂ.૧૫૦૦૦, રૂ.૨૫૦૦૦ અને રૂ..૨૭૦૦૦ નક્કી કરાઈ હતી.

ઘણી શાળાઓએ રાજય સરકારના આ નિયમ સામે બાયો ચઢાવી હતી. ન્યાયાલયમાં કેસ પણ થયા છે. જો કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સરકારોએ ઘડેલા ફિ નિર્ધારણના નિયમને હવે સીબીએસઈ શાળાઓ અનુસરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.