એડવોકેટ સંજય પંડિત દ્વારા કરવામાં આવેલી અરજી હાઈકોર્ટે ફગાવી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચાવનાર સીબીએસઈની મંજુરી વગર ધમધમતી સ્કૂલ સંચાલકો વિરુઘ્ધ નોંધાયેલી ફરિયાદમાં જે ગુનાના કામે અમુક સ્કૂલ સંચાલકોને પોલીસ મથકને સત્તા ન હોવા છોડી મુકતા તેમજ અન્ય સ્કૂલ સંચાલકોની અટક ન કરતા જેની સામે રાજકોટના એડવોકેટે સીબીઆઈ અથવા સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસની માંગ સાથે હાઈકોર્ટમાં કરતી પીટીશન દાખલ કરેલી. જેમાં હાઈકોર્ટના ન્યાયધીશે અરજદાર વિરુઘ્ધ કડક વલણ દાખવતા અરજદાર સંજય પંડિતે કરેલી અરજી પરત ખેંચવાની ફરજ પડી છે.
પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં સીબીએસઈની માન્યતા વગર ધમધમતી સ્કૂલો સામે અલગ-અલગ વાલીઓએ રાજકોટની એ.વી.ધોળકિયા સ્કૂલ, મોદી સ્કૂલ, સેન્ટમેરી સ્કૂલ, ગોલ્ડન એપલ, શાળાના ટ્રસ્ટી અને સંચાલકો વિરુઘ્ધ રાજકોટના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાવેલી હતી. જે ફરિયાદના કામે પોલીસે કેટલીક શાળાના સંચાલકોની અટક કરી તેઓને ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશને થી જ જામીન મુકત કર્યાનો આક્ષેપ થયેલો હતો.
પોલીસની સતા ન હોવા છતા આરોપી શાળા સંચાલકોને પોલીસ સ્ટેશનમાંથી જામીન મુકત કરાતા તેમજ અન્ય આરોપીઓની ધરપકડ ન કરતા રાજકોટના એક વકિલ દ્વારા હાઈકોર્ટમાં સમગ્ર પ્રકરણની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ)ને સોંપવા માટે સ્પેશિયલ ફોજદારી અરજી દાખલ કરેલી હતી. જે અરજીના કામે સીબીઆઈ ઉપરાંત રાજયના પોલીસ વડા પી.પી.પાંડે, રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમજ કેસની તપાસ કરતા પોલીસ ઈન્સ્પેકટરો એમ.આર.ગોઢાણીયા, બી.ડી.રાઠવા તથા કે.સી.વાઘેલાને પક્ષકાર બનાવેલા હતા. જે અરજીની સુનાવણી તા.૨૮/૨/૨૦૧૭ના રોજ જસ્ટીસ જે.બી.પારડીવાલાની અદાલતમાં થતા અદાલતે અરજદારના વકીલને ટકોર કરી અરજીમાં કોઈ વજુદ નથી તેવું કહી અરજી ફગાવી દેવાનું વલણ જાહેર થતા અરજદારે પોતાની અરજી પરત ખેંચી લેવા ફરજ પડી છે.આ કામમાં શાળા સંચાલકો વતી એડવોકેટ તરીકે રાજકોટના જાણીતા યુવા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીયન ગોકાણી, સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી, કેવલ પટેલ વિગેરે રોકાયેલ છે. તેમજ હાઈકોર્ટમાં સરકાર તરફે મુખ્ય સરકારી વકીલ મિતેશભાઈ અમીન તથા શાળા સંચાલકો વતી હાઈકોર્ટમાં સીનીયર ધારાશાસ્ત્રી પ્રકાશભાઈ ઠકકર, નંદીશ ઠકકર રોકાયેલા હતા.