પરીક્ષા પૂર્ણ થયાને 28 દિવસમાં જ રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું
83.4% બાળકોએ 12માં ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરી

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE)એ ગુરૂવારે 12માં ધોરણનું રિઝલ્ટ જાહેર કર્યું છે. છાત્ર પોતાનું રિઝલ્ટ CBSEની ઓફિશિયલ વેબસાઈટ cbse.nic.in પર જોઈ શકે છે. આ વર્ષે 12માંની પરીક્ષામાં કુલ 12.87 લાખ છાત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 83.4% બાળકોએ 12માંની બોર્ડની પરીક્ષા પાસ કરી છે.

સૌથી વધુ ત્રિવેન્દ્રમ રીઝનમાં 98.2% બાળકો પાસ થયા છે. CBSEએ જણાવ્યું કે પહેલી વખત પરીક્ષા પૂર્ણ થયાને 28 દિવસમાં જ રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.