CBSE બોર્ડે ધોરણ 10ના ગણિત અને ધોરણ 12ના અર્થશાસ્ત્રના પેપર લીક મામલે દિલ્હી પોલીસે બુધવારે રાત્રે દરોડા પાડ્યા હતા. સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ દરોડાની કાર્યવાહી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે દિલ્હીની સાથે સાથે NCRના અનેક વિસ્તારોમાં પણ કરી છે. ત્યારે પોલીસ આ મામલે કોઈ ખુલાસો કરી શકે છે. પોલીસ આ મામલે અત્યારસુધીમાં 25 લોકોની પૂછપરછ કરી ચુકી છે ત્યારે આ સંખ્યા વધી પણ શકે છે.
પેપર લીક મામલે તપાસ કરવા દિલ્હી પોલીસે ક્રાઈમ બ્રાંચની એક ખાસ ટીમ રચના કરી છે.
વિશેષ પોલીસના અધિકારીના જણાવ્યા મુજબ, SITનું નેતૃત્વ સંયુક્ત આયુક્ત આલોક કુમાર કરી રહ્યાં છે.તપાસ કરનાર SITમાં DCP અને ACP રેન્કના પોલીસ કર્માચારીઓ સામેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com