પેપર લીક થવાને કારણે દેશભરમાં 10મા ધોરણના મેથ્સ અને 12મા ધોરણના ઇકોનોમિક્સના પેપરને રદ કરવામાં આવ્યું હતું. હવે એવા સમાચાર છે કે આ વિષયોની પરીક્ષાઓની જાહેરાત શુક્રવારે થઇ શકે છે. એવું કહેવામાં આવે છે કે શનિવાર અને રવિવારની રજા હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવી શકે છે.
#CBSEPaperLeak: Students protest outside CBSE office in #Delhi, say, ‘Students are suffering due to CBSE’s mistakes.’ pic.twitter.com/TuNRp2dWig
— ANI (@ANI) March 30, 2018
આ મામલે હજુ સુધી 18 વિદ્યાર્થીઓ અને પાંચ કોચિંગ સેન્ટર સંચાલકો સહિત 60 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી પોલીસને પેપર લીક કરનાર અસલી આરોપી વિશે કોઇ કડી મળી નથી ઝારખંડના ચતરામાં પણ છ વિદ્યાર્થીઓ અને કોચિંગ સંચાલકોની ધરપકડ કરવામાં આવી. વિદ્યાર્થીઓનો આરોપ છે કે તમામ પેપર્સ લીક થયા છે અને તે 200 રૂપિયાથી લઇને 30,000 રૂપિયા સુધીની કિંમતે વેચાયા છે.
Source: ANI
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,