સેંટ્રલ બોર્ડ ઓફ સેકેંડરી એજ્યુકેશન(CBSE)એ આજ નેશનલ એલીજીબીલીટી ટેસ્ટની પરીક્ષાનું પરિણામ બહાર પાડવામાં આવ્યું છે. આ પહેલા સીબીએસઇને 15જૂન પહેલા ઓએમઆર શીટ ઓર 15જૂનના આંસર કી જાહેર કરી હતી. આ ઉપરાંત એમ્સ એમબીબીએસનું રિજલ્ટ પણ જાહેર થઈ ગયું છે. આ વર્ષે હિન્દી/ અંગ્રેજી માધ્યમોના લગભગ 10.5 લાખ વિદ્યાર્થીઑએ આ પરીક્ષા આપી હતી. આ ઉપરાંત ૧.૫૦ લાખમાંથી ૧.૨૫ લાખ વિદ્યાર્થીઓએ તામિલ, તેલુગુ, મરાઠી, બંગાળી, અસમી, ગુજરાતી, ઉડિયા અને કન્નડ માધ્યમોમાં પરીક્ષા આપી હતી જે ગયા વર્ષ કરતાં ૪૧.૪૨% વધારે હતી.
નીટ પરીક્ષાનું આયોજન આ વર્ષ ૭ મે ના રોજ કરવામાં આવ્યું હતું. દેશભરમાથી ૧૯૨૧ પરીક્ષા કેન્દ્રો પર આનું આયોજન થયું હતું. આ પરીક્ષા ૯૦ હજાર સીટો માટે લેવાય હતી. જેમાં એમએમબીબીએસ માટે ૬૫ હજાર તેમજ બીડીએસ માટે ૨૫ હજાર સીટ છે.