પરીક્ષા ફી વધારવાને લઈ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ સ્પષ્ટતા કરી છે. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના સ્ટુડન્ટને હવે 750 રૂપિયાને બદલે 1500 રૂપિયા ફી જમા કરવવી પડશે. સામાન્ય કેટેગરીના સ્ટુડન્ટને પણ એટલી જ ફી આપવી પડશે. સીબીએસઈએ સ્પષ્ટ કર્યુ છે કે ફી વધારો માત્ર દિલ્હી માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે છે. સાથોસાથ બોર્ડે દાવો કર્યો છે કે તેમણે પાંચ વર્ષ બાદ ફી વધારી છે.
મૂળે, પહેલા મીડિયામાં એવા અહેવાલ આવ્યા હતા કે સીબીએસઈએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સ્ટુડન્ટ માટે ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષા ફીમાં 24 ગણો વધારો કર્યો છે. હવે આ વર્ગના સ્ટુડન્ટને 50 રૂપિયાને બદલે 1200 રૂપિયા આપવા પડશે. સામાન્ય વર્ગના સ્ટુડન્ટની ફીમાં પણ બે ગણો વધારો કરવામાં આવ્યો છે અને હવે તેમણે 750 રુપિયાને બદલે 1500 રૂપિયા આપવા પડશે.