પેન્ડિંગ વિષયોની પરીક્ષા માટે નવી તારીખ ૧૪ એપ્રિલ બાદ જાહેર કરાય તેવી આશા
કોરોના વાયરસનાં પગલે સમગ્ર વિશ્ર્વમાં લોકડાઉનની સ્થિતિ સર્જાય છે ત્યારે તમામ ક્ષેત્રોને આ લોકડાઉનની અસર પણ જોવા મળી રહી છે ત્યારે શિક્ષણ જગતમાં પણ ઘણી ખરી તકલીફોનો સામનો થયો હોવાનું સામે આવ્યું છે ત્યારે સીબીએસઈ ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા રદ થયા હોવાના સમાચારો જે વહેતા થયા છે તે પૂર્ણત: ફેક હોવાનું સાબિત થયું છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશનનાં સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ધો.૧૦ અને ધો.૧૨ની બાકી રહેતા વિષયો માટેની પરીક્ષાની તારીખ ૧૪ એપ્રિલ બાદની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યા બાદ જ લેવાશે. આ તકે સીબીએસઈ સુત્રોનું માનવું છે કે, પરીક્ષા રદ થયા હોવાનાં જે સમાચાર મળી રહ્યા છે તે ખરાઅર્થમાં ફેક અને હંબક છે. દિલ્હીનાં ઉતર પૂર્વી વિસ્તારોમાં સીબીએસઈ ધો.૧૨ અને ધો.૧૦નાં વિદ્યાર્થીઓ માટે મુખ્ય વિષયોની પરીક્ષા પેન્ડીંગ રખાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ અફવા એવી પણ ઉઠી છે કે, આ તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટનાં મંત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકાર શાળા અને કોલેજોને ખોલવા માટે લોકડાઉન બાદની સ્થિતિને અનુસરી નિર્ણય લેશે.
હાલનાં તબકકે આ અંગેનો કોઈપણ નિર્ણય લેવો હિતાવહ જાણવામાં આવતું નથી.
વધુમાં સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ શાળા અને કોલેજોને ૧૪ એપ્રિલ બાદની સ્થિતિ પર દેખરેખ રાખ્યા બાદ જ ખ્યાલ આવશે કે આગામી કેટલા સમય સુધી આ અંગે શાળા-કોલેજોને બંધ રખાશે કે ખુલ્લી રાખવામાં આવશે. હાલના તબકકે સીબીએસઈ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨નાં વિદ્યાર્થીઓ માટે બાકી રહેતા વિષયોની પરીક્ષાની નવી તારીખો અને નવા શેડયુલ જાહેર કરવા ઉતાવળાભર્યો નિર્ણય ગણાશે જે માટે લોકડાઉન પૂર્ણ થયા બાદ જ આ સ્થિતિ પર વિચારણા કરવામાં આવશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. આ નિર્ણય માટે હાયર એજયુકેશન ઓથોરીટી અંગે સંપર્ક પણ કરાશે. અંતમા સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સીબીએસઈ બોર્ડનાં સભ્યો દ્વારા પરીક્ષા અંગેની તારીખ નિર્ધારીત થાય તે પહેલાના ૧૦ દિવસ પહેલા જ આ અંગેની માહિતી આપવામાં આવશે.