વિદ્યાર્થીઓની સંખ્યામાં રેકોર્ડ બ્રેક ધો.૧૦ માટે ૧૮ લાખ, ધો.૧૨ માટે ૧૧ લાખ પરિક્ષાર્થીઓની નોંધણી
સીબીએસઈ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષાની તારીખ ૫મી માર્ચ જાહેર કરાઈ છે. તો ગઈકાલે આઈસીએસઈ દ્વારા પણ ધો.૧૦ અને ધો.૧૨ ની પરીક્ષાની તારીખો જાહેર કરાઈ છે. જે ૨૬ જાન્યુઆરીથી શરૂ થશે ત્યારે આઈએસસીની પરીક્ષાનો ૧૨ ફેબ્રૂઆરીથી પ્રારંભ થનાર છે. ધો.૧૦ માટે ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેકયોરિટી, ઓટોમોબાઈલ ટેકનોલોજી જેવા વિષયોની પરિક્ષા ૫મી માર્ચથી થશે. તો હિન્દીના પેપર ૬ માર્ચનાં રહેશે ત્યારબાદ ૧૨ માર્ચે અંગ્રેજીનું પેપર રહેશે, વિજ્ઞાન અને ગણિતના પેપર ૧૬ અને ૨૮ માર્ચે રહેશે.
જયારે થીયરી વિષયોની પરીક્ષા ૪ એપ્રીલે પૂર્ણ થશે. સીબીએસઈ ધો.૧૨ ના વિદ્યાર્થીઓ માટે ૫ માર્ચથી અંગ્રેજીના પેપરથી પરિક્ષાની શરૂઆત થશે તો.૭મી માર્ચે ભૌતિકવિજ્ઞાનનું પેપર રહેશે. ત્યારે કોમર્સ વિભાગના મોટા પેપર ૧૫મી માર્ચથી શરૂ થશે ત્યારે તેમનું છેલ્લુ પેપર હોમ સાયન્સ રહેશે. સીબીએસઈ મુજબ ૧૮ લાખ વિદ્યાર્થીઓ ધો.૧૦ ની પરીક્ષા માટે નોંધાયા છે. તો પ્રથમ વખત ધો.૧૨ સીબીએસઈમાં ૧૧ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે.
સીઆઈએસઈના વિદ્યાર્થીઓને પરિક્ષાની તારીખ જાહેર કર્યા બાદ ખૂબજ ઓછો સમય વધ્યો છે. કારણ કે ૧૨ ફેબ્રૂઆરીના જ તેમની પરિક્ષશ છે. ધો.૧૨નું એકાઉન્ટનું મુખ્ય પેપર ૧૫ માર્ચના છે. ત્યારે આઈસીએસઈ ધો.૧૦ની પરિક્ષાનો પ્રારંભ ૨૬ ફેબ્રુઆરીથી થઈ રહ્યો છે. જેમની પરિક્ષા ૨૮ માર્ચનાં પૂર્ણ થશે. વિદ્યાર્થીઓ વધુ માહિતી માટે સ્કૂલની વેબસાઈટ પર પણ માહિતી મેળવી શકે છે.