- ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ
- રાજ્યની 680 સ્કૂલોના 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
- CBSE પરીક્ષાઓ માટે દેશભરના 7842 પરીક્ષા કેન્દ્રો
ધોરણ 10 અને 12ની CBSE પરીક્ષાઓનો પ્રારંભ થઈ ચુક્યો છે. ત્યારે ગાંધીધામમાં AHPS સ્કૂલ સહિત દરેક સ્કૂલોમાં પરીક્ષાનો પ્રારંભ થયો છે. તેમજ આજે પ્રથમ પેપર હોવાથી આચાર્ય, શિક્ષકો અને વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજ્યની 680 સ્કૂલોના 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. ત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે દેશભરના 7842 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા. ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ સુધી અને ધોરણ 10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ દરમિયાન લેવામાં આવશે.
અનુસાર માહિતી મુજબ, શિણાય સ્થિત ASPH સ્કૂલ સહિત દરેક સ્કૂલોમાં CBSEની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ગાંધીધામમાં આજથી શિણાય સ્થિત ASPH સ્કૂલ સહિત દરેક સ્કૂલોમાં CBSE બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે આજે ધોરણ 10 અને 12ના CBSEના વિદ્યાર્થીનું પ્રથમ પેપર હતું. આચાર્ય શિક્ષકો અને વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. રાજ્યની 680 સ્કૂલોના 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે, આ વર્ષે 42 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ દેશભરના 7842 પરીક્ષા કેન્દ્રો અને 26 દેશોમાં યોજાશે. આ ઉપરાંત ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ સુધી અને ધોરણ 10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ દરમિયાન લેવામાં આવશે.
અહેવાલ: ભારતી માખીજાણી