ફેક ન્યૂઝથી ચેતજો !!!

બોર્ડની સ્પષ્ટતા પ્રેક્ટીકલ પરીક્ષાઓ 1લી જાન્યુઆરીથી શરૂ થશે

કોઈ પણ બોર્ડની બોર્ડ પરીક્ષામાં સારા અંકે ઉત્તીર્ણ થવું તે દરેક વિધાર્થીઓનું સ્વપ્ન હોઈ છે. પરંતુ હાલ જે રીતે સોશિયલ મીડિયાનો અતિરેક થઈ રહ્યો છે તેને જોતો એ વાત સ્પષ્ટ છે કે, વિધાર્થીઓ સાથે ગેરરીતે ન થવી જોઈએ. આગામી સીબીએસઇ પરીક્ષા માટે સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝ પરીક્ષામાં પત્રકને લઈ ફરી રહ્યા છે તે તદ્દન ખોટા હોવાનું બોર્ડે જણાવ્યું છે. અને બોર્ડ દ્વારા એ વાતની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે, ધો.10 અને ધો.12 માટેની પરીક્ષા પત્રક થોડાક દિવાઓમાં જ જાહેર કરાશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન એ વાતની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ધોરણ 10 અને ધોરણ 12 માટેની જે પરીક્ષા અંગેના પત્રકો હાલ સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો ઉપર વાયરલ થઈ રહ્યા છે તે સંપૂર્ણ ખોટા છે અને બોર્ડ આગામી સમયમાં જ પરીક્ષા માટેના પત્રકો જાહેર કરશે. હાલ સોશિયલ મીડિયામાં અનેકવિધ તારીખો અને પરીક્ષા ના પેપર અંગેના પત્રકો વાયરલ થઈ રહ્યા છે તે સંપૂર્ણ ખોટા છે અને બોર્ડે તાકીદ પણ કરી છે કે વાલીઓ અને વિદ્યાર્થીઓએ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું નહીં કે કોઈ ખોટી માહિતી ઉપર ભરોસો રાખવો.

આ પૂર્વે સેન્ટ્રલ બોર્ડ ફોર સેક્ધડરી એજ્યુકેશન દ્વારા ધો.10 અને ધો.12 માટેની લેખિત પરીક્ષાની તારીખ 15 ફેબ્રુઆરી 2023ના રોજ યોજાશે. જ્યારે પ્રેક્ટીકલ પરીક્ષા 1લી જાન્યુઆરી 2023થી શરૂ થશે. બોર્ડે દ્વારા વિવિધ શાળાને તાકીદ પણ કરવામાં આવી છે કે તેઓ જડપભેર શૈક્ષણિક સિલેબસ પૂર્ણ કરાવે. ધો. 12ના વિધાર્થીઓ માટેની પ્રેક્ટીકલ પરીક્ષા એક્સ્ટર્નલ એક્ઝામીનર દ્વારા લેવામાં આવશે. એટલુંજ નહીં બોર્ડના વિધાર્થીઓ દ્વારા યોગ્ય રીતે તૈયારીઓ થઈ શકે તે માટે ધો.10 અને ધો.12ના વિધાર્થીઓ માટે સેમ્પલ પેપર અને માર્કિંગ સ્કીમ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.