શાળાઓએ 14 ફેબ્રુઆરી સુધીમાં પ્રેકટીકલ પરીક્ષા પૂર્ણ કરી બોર્ડને ગુણ મોકલવાના રહેશે: 1પમી ફેબ્રુઆરીથી થિયરીની પરીક્ષા શરુ થશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશનની ધો. 10 અને ધો. 1રની પ્રેકટીકલ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. સમગ્ર દેશમાં એક સાથે આજથી પ્રેકટીકલ પરીક્ષા શરુ કરવામાં આવી છે. જે 14 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. આ જ સમયગાળા દરમિયાન શાળાઓએ પરીક્ષાનું આયોજન કરી તેના ગુણ અને ગ્રેડ બોર્ડને મોકલી આપવાના રહેશે. 14 ફેબ્રુઆરીના રોજ પ્રેકટીકલ પરીક્ષા પૂર્ણ થયા બાદ 1પ ફેબ્રુઆરીથી ધો. 10 અને 1ર ની થિયરી પરીક્ષાઓ શરુ કરવામાં આવશે. પ્રકિટકલ પરીક્ષાઓને લઇને બોર્ડ દ્વારા તમામ શાળાઓને સુચનાઓ આપી દેવામાં આવી છે. પરીક્ષામાં ગેરહાજર રહેનાર વિઘાર્થીને પરીક્ષા આપવાની બીજી તક નહી મળે તેમ બોર્ડે સ્પષ્ટ કર્યુ છે.
સીબીએસઇ બોર્ડ દ્વારા ધો. 10 અને 1રની પ્રેકિટલ પરીક્ષાઓ આજથી શરુ થઇ છે. અને 14 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. પ્રેકટીકલ પરીક્ષાને લઇને બોર્ડ દ્વારા તમામ શાળાઓને કાર્યક્રમ પણ મોકલી આપ્યો છે. પરીક્ષાની સાથે શાળાઓએ 14 ફેબ્રુઆરી સુધીમાં જ વિઘાર્થીઓના ગ્રેડ તથા ગુણ પણ બોર્ડ દ્વારા નકકી કરવામાં આવેલી વેબસાઇટ પર અપલોડ કરી દેવાના રહેશે તેવી સુચના અપાઇ છે. પ્રેકિટકલ પરીક્ષાને લઇને બોર્ડ દ્વારા તમામ શાળાઓને કાર્યક્રમ પણ મોકલી આપ્યો છે. પરીક્ષાની સાથે શાળાઓએ 14 ફેબ્રુઆરી સુધીમાં જ વિઘાર્થીઓના ગ્રેડ તથા ગુણ પણ બોર્ડ દ્વારા નકકી કરવામાં આવેલી વેબસાઇટ પર અપલોડ કરી દેવાના રહેશે તેવી સુચના અપાઇ છે.
આ વખતે ધો. 10 ની પ્રેકટીકલ પરીક્ષા માટે બોડૃ દ્વારા શાળા બહારના પરીક્ષકની નિમણુંક કરવામાં આવશે નહી. બોર્ડ દ્વારા નકકી કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર લેવાનારી પ્રેકટીકલ પરીક્ષામાં જો કોઇ વિઘાર્થી હાજર નહી રહે તો તેને ઓનલાઇન સિસ્ટમ દ્વારા ગેરહાજર દર્શાવવામાં આવશે. પરંતુ જો કોઇ કારણોસર પરીક્ષાના દિવસે વિઘાર્થી ગેરહાજર લેવાનું નકકી થાય તો તેવા વિઘાર્થીઓ પરીક્ષામાં હાજર રહી શકશે. માત્ર જે વિઘાર્થીઓની પરીક્ષા પુન: લેવાનું આયોજન કરાશે તેવા જ વિઘાર્થીઓ પરીક્ષામાં બેસી શકશે.