હાલની પરિસ્થિતિ મુજબ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં મહિનામાં પરીક્ષા લેવી શક્ય નથી: કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ
સીબીએસઇ બોર્ડની પરીક્ષાની તારીખને લઈને વિદ્યાર્થીઓ અને માતા-પિતા બંને સતત મૂંઝવણની સ્થિતિમાં છે. જો કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશાંકે પહેલેથી જ માહિતી આપી હતી કે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે સમય આપવામાં આવશે, એટલે કે ફેબ્રુઆરીમાં પરીક્ષાના સમાચાર ખોટા છે. હવે આ વાતનો જવાબ મળવાનો સમય આવી ગયો છે. વિદ્યાર્થીઓ ખોટી અફવાઓથી દૂર રહે અને હવે આગામી ૩૧મી ડિસેમ્બર ૨૦૨૦ના રોજ બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને તૈયારીનો પૂરતો સમય મળી રહે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશાંકએ શનિવારે ટ્વીટ કર્યું છે કે તેઓ ૩૧ ડિસેમ્બર બોર્ડની પરીક્ષાની તારીખની જાહેરાત કરશે. શિક્ષણ મંત્રીએ ટ્વીટ કર્યું છે, ’વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવશે.
તેઓએ જણાવ્યું હતું કે, હું તે તારીખની જાહેરાત કરીશ જ્યારે ૨૦૨૧માં બોર્ડ પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ક્યારે શરૂ થશે. અમારી સાથે જોડાયેલા રહો. તેમના ટ્વીટની સાથે તેમણે એક ગ્રાફ પણ શેર કર્યો જેમાં તેણે કહ્યું છે કે ૩૧ ડિસેમ્બરે સાંજે ૬ વાગ્યે બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવશે.