ભાર વગરનું ભણતર  કે ભણતર વગરનો ભાર

ધોરણ ૧૦ અને ૧૨નો અભ્યાસક્રમ હજુ ૫૦થી ૭૦ ટકા સુધી ઘટાડવા સીબીએસઇની વિચારણા

ભાર વગરનું ભણતર વગરનો ભાર?? કોરોનાએ ઘણાં વિદ્યાર્થીઓ પરથી ભણતરનો ભાર ઘટાડયો છે તો ઘણાં વિદ્યાર્થીઓ પર ભણતર વગરનો ભાર વધારી દીધો છે.

ગુજરાત રાજય શૈક્ષણિક બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન સીબીએસઇએ તાજેતરમાં ધોરણ ૧૦ અને ૧૨ના અભ્યાસ ક્રમાં ૩૦%ના ઘટાડાની જાહેરાત કરી હતી તો હવે આ સિલેબસ ૫૦થી ૭૦ ટકા સુધી ઘટાડવા સીબીએસઇ અને સીઆઇએસસીઇ નકકી કરી રહ્યું છે.

કોરોના મહામારીએ દરેક ક્ષેત્રે અને દરેક ક્ષેત્રે અને દરેક વ્યક્તિઓને અવરોધકરૂપ બની છે. જેમાંથી વિદ્યાર્થીઓ પણ બાકાત નથી. કોરોના કાળમાં સંક્રમણ વધુ ન વધે તે માટે થઇને માર્ચ મહિનાથી અત્યાર સુધી શાળા-કોલેજો બંધ છે. જો કે, દેશના કેટલાક રાજયોમાં શૈક્ષણિક પ્રક્યિા ફરી શરૂ કરી શાળાઓ ખોલી દેવામાં આવી છે. પણ ગુજરાત આ માંથી બાકાત છે. ગુજરાત રાજયમાં શાળા-કોલેજો બંધ છે. જો કે, શાળા-કોલેજો દ્વારા ઓનલાઇન અભ્યાસક્રમ કરાવાઇ રહ્યો છે. જે પણ મહંદઅંશે પૂર્ણ થઇ ગયો છે.

આ અભ્યાસક્રમમાં સંપૂર્ણ ધ્યાન લગાવી ઘેર બેઠા તનતોડ મહેનત કરનાર વિદ્યાર્થીઓ માટે અભ્યાસ ક્રમ ઘટાડાના સમાચાર નિરાશાજનક છે. મહેનત કરનાર વિદ્યાર્થીઓએ જે અભ્યાસ સુધી ‘ભણ્યું તે હવે નડયું’ તેવો ઘાટ સર્જાયો છે. મહેનત કરી સંપૂર્ણ અભ્યાસ ક્રમ પૂર્ણ કર્યો તેવા વિદ્યાર્થીઓનું શું?? આવા પ્રશ્ર્નો પણ ઉઠયા છે. પરંતુ કહેવાય છે ને કે મહેનત કયારેય ફોગટ જતી નથી. વાંચેલું લખેણું આજ નહી તો કાલ કામ આવે જ છે. આપી વિદ્યાર્થીઓએ નિરાશ થવાને બદલે મહત્વના અભ્યાસક્રમમાં વધારે ભાર દઇ બોર્ડની આગામી પરીક્ષાની તૈયારી કરવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાત રાજય શૈક્ષણિક બોર્ડ જીએસએસએસબી દ્વારા ધો.૧૦ અને ૧૨નો અભ્યાસક્રમ ૩૦% સુધી ઘટાડવાની જાહેરાત કરી હતી ત્યારે હવે, સબીએસઇ અને ઇન્ડિયન સ્કુલ સર્ટિફીકેટ એકઝોમિનેશનસ સીઆઇએસીઇ દ્વારા ૫૦થી ૭૦ સુધી ઘટાડવાની વિચારણા થઇ રહી છે.

આ ઉપરાંત, બોર્ડની પરિક્ષાઓ વધુ ૪૫થી ૬૦ દિવસ પાછળ ખસેડાય તેવી શકયતા છે.

સીઆઇએસસીઇના ચીફ એકિઝેકયુટીવ જેરી એરથુને આ અંગે જણાવ્યું છે કે, હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી અભ્યાસક્રમમાં હજુ ઘટાડો કરવામાં આવશે.

વર્ષ ૨૦૨૧ની બોર્ડની પરિક્ષા માટે કેટલો ઘટાડો કરવો તે હજુ નકિક નથી પણ ૫૦થી ૭૦ ટકા સુધી ઘટાડો કરવા અંગે વિચારણા થઇ રહી છે. અને શૈક્ષણિક વર્ષનો સમયગાળો પણ માસ સુધી સીબીએસઇ વધારે તેવી ધારણા છે ઉલ્લેખનીય છે કે બોર્ડ વર્ષ ૨૦૨૦ની પરિક્ષાઓ ન લેવાનો નિર્ણય કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.