અત્યાર સુધી ૫ વિષય ફરજિયાત ભણાવવાના હતા પરંતુ હવે વોકેશનલ વિષયનો ઉમેરો કરાશે.

સીબીએસઈની મૂલ્યાંકન પદ્ધતિમાં સુધારા અંતર્ગત હવે ધો.૧૦ બોર્ડની પરીક્ષા માટે છ વિષય ફરજિયાત બનાવી દેવાયા છે. અત્યાર સુધી પાંચ વિષય ફરજિયાત હતા. તેનો અમલ આગામી વર્ષથી થશે. હાલમાં સીબીએસઈ અંતર્ગત ધો.૧૦માં વિદ્યાર્થીઓએ બે ભાષા, સોશિયલ સાયન્સ, મેથેમેટિક્સ અને સાયન્સ એમ પાંચ વિષય ફરજિયાતપણે ભણવાના હોય છે. જે વિદ્યાર્થી વધારાના વિષય તરીકે વોકેશનલ સબ્જેક્ટ(વ્યાવસાયિક તાલીમનો વિષય) ભણવા માગતા હોય તો તેમને પસંદગી મળે છે. પરંતુ વર્ષ ૨૦૧૭-૧૮ના એકેડેમિક વર્ષથી આ વોકેશનલ સબ્જેક્ટ ફરજિયાત ભણવાનો રહેશે.

ધો.૧૦ની બોર્ડની પરીક્ષા માટે મૂલ્યાંકન યોજનામાં ફેરફાર કર્યો છે અને હવેથી નેશનલ સ્કિલ્સ ક્વોલિફિકેશન્સ ફ્રેમવર્ક અંતર્ગત આ વ્યાવસાયિક વિષય ફરજિયાતપણે ભણવાનો રહેશે. તેના સરક્યુલર મુજબ જો વિદ્યાર્થી ત્રણ વૈકલ્પિક વિષયો-સાયન્સ, સોસિયલ સાયન્સ, મેથેમેટિક્સ-પૈકી કોઈ એકમાં પાસ ન થાય તો તેના સ્થાને વોકેશનલ સબ્જેક્ટ ગણાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.