ફોરેન ડાયરેક ઈન્વેસ્ટમેન્ટનાં નિયમોની ઐસી કી તૈસી કર્યા હોવાનો આક્ષેપ

ફોરેન ડાયરેક ઈન્વેસ્ટમેન્ટ એટલે કે એફડીઆઈનાં જે નીતિ-નિયમો હોય છે તેને કોઈપણ રીતે તેનાં નિયમોનું જો ઉલ્લંઘન થતું જોવા મળે તો સીબીઆઈ સીધી હરકતમાં આવી જતું હોય છે એવી જ એક ઘટના સામે આવી છે કે, ૨૦૦૭ થી ૨૦૦૯ દરમિયાન એફડીઆઈનાં નિયમોનાં ભંગ કરવા બદલ એનડીટીવીનાં પ્રમોટરો પ્રણેય રોય સામે સીબીઆઈએ કેસ દર્જ કર્યો છે. સીબીઆઈનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર પ્રણય રોયની સાથો સાથ એનડીટીવીનાં સીઈઓ વિક્રમાદિત્ય ચંદ્રા તથા સરકારી અધિકારી સામે પણ ગુનો આચરવા અને તેને અંજામ આપવાનાં આરોપ હેઠળ નવી એફઆઈઆર દર્જ કરવામાં આવી છે.

સીબીઆઈએ બુધવારનાં રોજ વિક્રમાદિત્ય ચંદ્રાનાં ઘરે દરોડા પાડયા હતા. ૨૦૦૬માં શરૂ થયેલી એનડીટીવી કંપની નેટવર્ક પીએલસીમાં જનરલ ઈલેકટ્રીક કંપનીની એનબીસીયુ દ્વારા કરવામાં આવેલા રોકાણની તપાસ હાથ ધરી હતી. આ પ્રસંગે સીબીઆઈ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, ૨૦૦૯માં એનએનપીએલસીએ ફોરેન ડાયરેક ઈન્વેસ્ટમેન્ટનાં નિયમોનો ભંગ કરી ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડની મંજુરી મેળવી હતી. સીબીઆઈનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર એનએનપીએલસીને ૧૬૩.૪૩ મિલીયન ડોલરનું એફડીઆઈ મળ્યું હતું અને કંપનીએ આ રકમનું રોકાણ એનડીટીવીની વિવિધ સબસીડીયરી કંપનીમાં પણ કર્યું હતું. આ દરમિયાન એનડીટીવી કંપનીએ સીબીઆઈ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા હતા.

એનડીટીવીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, હાલનાં મુશ્કેલ સમય દરમિયાન એનડીટીવી અને તેનાં સ્થાપકોને ભારતનાં ન્યાયતંત્ર પર પુરેપુરો ભરોસો અને વિશ્વાસ રહેલો છે. સીબીઆઈએ આરોપ મુકયો છે કે, મે-૨૦૦૪ થી મે-૨૦૧૦ દરમિયાન એનડીટીવીએ ૩૨ પેટા કંપનીઓની રચના કરી હતી તે પૈકી મોટાભાગની કંપનીઓ ટેકસ માટે સ્વર્ગ ગણાતા દેશો જેવા કે હોલેન્ડ, યુ.કે., દુબઈ, મલેશિયા અને મોરેસિયસમાં શરૂ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.