ઉદ્યોગપતિ અમિત ભટનાગરની વડોદરા સ્થિત કંપની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી. સામે રૃ.૨૬૫૪.૪૦ કરોડના બેંક લોન અને ક્રેડિટ કૌભાંડમાં સીબીઆઇએ ક્રિમિનલ કેસ નોંધીને આજે વડોદરામાં આવેલી ઓફિસો, પ્લાન્ટ, અને નિવાસ સ્થાન પર દરોડા પાડયા હતા. જો કે અમિત ભટનાગર ફરાર થઇ ગયા હતા પરંતુ સીબીઆઇના અધિકારીઓએ કંપનીના અન્ય ડાયરેક્ટરો અમિત ભટનાગરના પિતા સુરેશ ભટનાગર, ભાઇ સુમિત ભટનાગર, અમિત ભટનાગરના પત્ની મોના ભટનાગરની ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી અને થોકબંધ દસ્તાવેજો કબજે લીધા હતા. સીબીઆઇએ આ દરોડોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના અધિકારીઓ અને બેંક અધિકારીઓને પણ સાથે રાખ્યા હોવાનું જાણવા મળે છે.
ઇન્ડસ્ટ્રિઅલ કેબલ અને ટ્રાન્સફોર્મરનું ઉત્પાદન કરતી ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ટર લિમીટેડે સન ૨૦૦૮થી સમયાંતરે બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેંક સહિત જાહેર અને ખાનગી ક્ષેત્રની ૧૧ બેંકો પાસેથી લોન અને ક્રેડિટના રૃપમાં કરોડો રૃપિયા લીધા હતા. આ આંકડો તા.૨૯ જુન ૨૦૧૬ના રોજ રૃ.૨૬૫૪.૪૦ કરોડ પહોંચ્યો હતો અને ૨૦૧૬-૧૭માં બેંકોએ અમિત ભટનાગરની આ જંગી લોનને એનપીએ જાહેર કરી હતી. આ દરમિયાન બેંકોમાંથી લોન ઉપરાંત ક્રેડિટ લેવામાં બેંક અધિકારીઓ સાથે મળીને ડાયમંડ પાવરના પ્રમોટરોએ કૌંભાડ આચર્યુ હતું જેમાં બેંકોના અધિકારીઓ સાથેના મેળાપીપણામાં અમિત ભટનાગરે તેમની ક્રેડિટ લિમીટ વધારી દેવડાવી હતી.
સન ૨૦૦૮માં અમિત ભટનાગરને લોન આપવા માટેની બેંકની કન્સર્ટિઅમમાં શરૃઆતમાં ટર્મ લોન માટે એક્સિસ બેંક લીડ બેંક હતી અને કેશ ક્રેડિટ માટે બેંક ઓફ ઇન્ડિયા લીડ બેંક હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com