જો કે પાર્લામેન્ટરી પેનલની ભલામણ બાદ સરકારે હજુ કોઈ નિર્ણય લીધો નથી

એન્ટી કરપ્શન પ્રોબ એજન્સી સીબીઆઈને એફબીઆઈ જેવા પાવર આપવાની દિશામાં સરકાર કામ કરી રહી છે. આ માટે સીબીઆઈને લગતા કાયદામાં ફેરફાર કરાશે ઉલ્લેખનીય છે કે હાલમાં સીબીઆઈ દિલ્હી સ્પેશ્યલ પોલીસ એસ્ટાબ્લિશ મેન્ટ એકટ ૧૯૪૬ અનુસાર કામ કરી રહી છે.

વર્તમાન કાયદા અનુસાર સીબીઆઈ પાસે જે તે કેસની તપાસ અને તેનો રીપોર્ટ સબમીટ કરવાના પાવર્સ છે. મતલબ કે સીબીઆઈ પાસે એફબીઆઈ જેવા પાવર્સ હજુ નથી પરંતુ સરકાર આ બારામાં ગંભીરતાથી વિચાર રહી છે કે સીબીઆઈને વધુ મજબૂત કઈ રીતે કરવી? આના વિશે હવે નિર્ણય લેવાશે

પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટીએ સીબીઆઈને ખરે ખર દેશની પ્રીમીયર એજન્સી જેવા અધિકારઆપવાની જ‚ર હોવાની ભલામણ કરી છે. આ સિવાય અમેરિકાની ઈન્વેસ્ટીગેટ એજન્સી એફબીઆઈ એટલે કે ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેટ જેવો પ્રીમીયર એજન્સીનો દરજજો આપવાનો સમય પાકી ગયો હોવાનો સૂર વ્યકત કર્યો છે.

આ બારાબાં યુનિયન મિનિસ્ટર જીતેન્દ્ર સિંઘે પાર્લામેન્ટમાં પ્રશ્ર્નોતરી કાળ દરમિયાન લેખીત માહિતી આપી હતી તેમણે કહ્યું કે પાર્લામેન્ટરી પેનલની ભલામણ બાદ હજુ સરકારે સીબીઆઈને સેપરેટ એકટ આપવા અંગે કોઈ નિર્ણય લીધો નથી પરંતુ સરકારે માન્યું છે કે સીબીઆઈને વધુ મજબૂત અધિકારો આપવાનો સમય પાકી ગયો છે. ઉલ્લેખનીય છે કે અત્યારે સીબીઆઈ પાસે સીમીત અધિકારો છે.

ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં સીબીઆઈ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન રાજય સરકારે અને કોર્ટો પર ડીપેન્ડ રહેવું પડે છે. તેમનો સબૂત એકઠા કરવામાં ખાસ્સે સમય જતો રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.