જજે આપેલા ચુકાદામાં તપાસ એજન્સી સીબીઆઈએ સત્ય શોધવાને બદલે ખોટા માર્ગે તપાસ કર્યાની ટકોર
સ્પેશીયલ કોર્ટે ગત અઠવાડિયે સોહરાબુદ્દીન કેસમાં ૨૨ આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા હતા. જો કે, આ કેસ બંધ થયો હોવાના તારણો ચુકાદાને કારણે આવ્યા હતા. પરંતુ સીબીઆઈની વિશેષ કોર્ટના ન્યાયાધીશ એસ.જે.શર્માએ સીબીઆઈ ઉપર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, કેસની તપાસ દરમિયાન રાજનેતાઓને ફસાવવાના ષડયંત્રમાં સોહરાબુદ્દીન કેસની વાર્તા તરફ સીબીઆઈએ ધ્યાન કેન્દ્રીત કર્યું.
સીબીઆઈએ કોઈપણ રીતે સાક્ષીઓ તૈયાર કર્યા અને આરોપ પત્રમાં આરોપીઓનું સ્ટેટમેન્ટ ધારા ૧૬૧ અંતર્ગત તેનું ખોટુ બયાન લીધુ હતું.વધુમાં તેમણે જણાવ્યું કે, સ્પષ્ટ વાત છે કે, સીબીઆઈ સાચી તપાસ કરવાને બદલે મનગઠન કહાની તરફ તમામ લોકોનું ધ્યાન કેન્દ્રીત કરવા કેસને ગેરમાર્ગે દોરતી તપાસ કરી. કારણ કે, તપાસ એજન્સીઓ કંઈક બીજુ જ કહી રહી છે. ૨૧ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ સોહરાબુદ્દીન કેસમાં તમામ ૨૨ પોલીસ અધિકારીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, જજે કહ્યું હતું કે, એન્કાઉટર વ્યાજબી હતું પરંતુ રાજનેતાઓના નામને લઈને સીબીઆઈએ કેસને ડામાડોળ કર્યું.