પંજાબ નેશનલ બેન્કમાં થયેલા રૂ. 11,356ના કૌભાંડ મામલે CBIએ પંજાબ નેશનલ બેંકના ભૂતપૂર્વ ડેપ્યુટી મેનેજર (હાલ નિવૃત્ત) ગોકુલનાથ શેટ્ટી, સિંગલ વિન્ડો ઓપરેટર મનોજ ખરાટ અને નીરવ મોદી ગ્રુપ ઓફ ફર્મ્સના ઓથોરાઇઝ્ડ સિગ્નેટરી હેમંત ભટ્ટની ધરપકડ કરી છે. આ ત્રણેયને આજે મુંબઈની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં
રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે 4 એજન્સીઓ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી. વિદેશ મંત્રાલયે નીરવ મોદી અને મેહુલ ચોકસીના પાસપોર્ટ 4 સપ્તાહ માટે સસ્પેન્ડ કરી દીધા છે. આ દરમિયાન ઈડીએ 35 અને સીબીઆઈએ 26 જગ્યાએ દરોડા પાડ્યા છે. તે ઉપરાંત 549 કરોડના હીરા અને જ્વેલરી પણ જપ્ત કરી લેવામાં આવી છે. અત્યાર સુધી કુલ 5,649 કરોડનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. ઈન્કમટેક્સ વિભાગ દ્વારા પણ 29 પ્રોપર્ટી અને 105 ખાતા અટેચ કરવામાં આવ્યા છે. ઈડીએ વિદેશોમાં નીરવ મોદીના સ્ટોર બંધ રાખવાનો આદેશ આપ્યો છે. મેહુલની કંપનીઓએ 2017-18માં રૂ. 4,886 કરોડનું ફ્રોડ કર્યું છે.