લાલુએ દરોડાને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું
જમીન ગોટાળા મામલે લાલુપ્રસાદના ૧ર ઠેકાણા પર સીબીઆઇએ દરોડા પાડયા હતા. જેમાં પટના સિવાય દિલ્હી, રાંચી, પુરી,ગુડગાંવ સહીતના સ્થળોપર હાલ તપાસ ચાલી રહી છે. રેલમંત્રી તરીકે ટેંડરમાં હેરાફેરી મામલે સીબીઆઇ એ મામલે દર્જ કર્યો છે. લાલુએ આ દરોડાને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું હતું.
લાલુપર આરોપ છે કે ૨૦૦૬માં રેલમંત્રી હતા તે વખતે બી.એન.આર. ગ્રુપની હોટલોને સાચવવાની જવાબદારી એક ખાનગી કંપનીએ ફાળવી તેની પાસેથી જમીન લઇ લીધી હતી. આ મામલે તત્કાલીન આઇઆરસીટીસીના પૂર્વ એમ.ડી. અને પ્રાઇવેટ કંપનીના બે ડાયરેકટર્સના ઘરે પણ તપાસ ચાલી રહી છે. આ મામલામાં સીબીઆઇના પ્રવકતાના જણાવ્યા પ્રમાણે લાલુ યાદવ, રબડી યાદવ, તેજસ્વી યાદવ અને સરલા યાદવ વિ‚ઘ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. આ કામગીરીથી ભડકીને લાલુ પ્રસાદ યાદવે જણાવ્યું હતું કે અમે કાંઇક ખોટું નથી કર્યુ અને નિયમો મુજબ જ કોન્ટ્રાટક આવ્યા હતા. આઇઆરસીટીસી હોટલોના કોન્ટ્રાકટમાં કોઇ ગડબડ નથી તેમણે આ બાબતે કેન્દ્ર સરકાર પર હુમલો કરતા જણાવ્યું હતું કે અમે મોદીની સરકારને હરાવીને જ રહીશું હકીકત તો એ પણ છે કે િબહારના પટનામાં લાલુ પ્રસાદ યાદવે મોલ બનાવવા માટે પર્યાવરણના નિયમો પણ ઘ્યાને લીધા ન હતા. આ વાત બિહાર સરકારે પટના હાઇકોર્ટમાં કરેલી અરજીમાં પણ છે. કે જેમાં સરકારે લાલુ દ્વારા મોલ બનાવવા માટે પર્યાવરણના નિયમોનું ઉલ્લંધન કર્યુ હતું. આ મામલે હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.