ગાંધીધામમાં અધિકારીના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરાયુ : 42 લાખની રોકડ સાથે 3 કરોડથી વધુની સંપત્તિ માડી આવી
સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓમાં ફફડાટ મચી ગયો
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ગુજરાતમાં ભ્રષ્ટાચારી અધિકારીઓની સામે એક્શન લેવામાં આવી રહ્યાં છે. ટીકરે ગુજરાર રાજ્યમાં જીએસટીના અધિકારીઓ પણ લાંચ લેતા ઝડપાયાની ઘટનાઓ વધી રહી . સેન્ટ્રલ જીએસટટીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ કમિશ્નર પાસે નોંધાયેલી આવક કરતા વધારે સંપત્તિ હોવાની માહિતી મળતા જ સીબીઆઈએ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જેમાં તપાસ દરમિયાન 1 કરોડની સંપત્તિ અને કરોડો રૂપિયાની સ્થાવર સ્થાવર-જંગમ મિલકતો મળી આવી હતી.
3.71 કરોડની અપ્રમાણસર મિલકતો મળીગાંધીધામ ખાતે ફરજ બજાવતા એક આસિસ્ટન્ટ કમિશ્નરના ઘરે સીબીઆઈની ટીમને મળેલી બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાત અધિકારીના નિવસ્થાને રોકડા રૂ.42 લાખ, દાગીના, વિદેશી ચલણ, બેંક બેલેન્સ મળીને અંદાજે રૂ.1 કરોડની સંપત્તિ મળી આવી છે. અમદાવાદ, ગાંધીધામ અને રાજસ્થાનના બાડમેરમાં પણ કરોડો રૂપિયાની સ્થાવર-જંગમ મિલકતો મળી આવતા ચકચાર મચી ગઈ છે.
ગાંધીધામ ખાતે સેન્ટ્રલ જીએસટીના આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે ફરજ બજાવતા અને અગાઉ એક્સસાઇઝ ઇન્ટેલિજન્સ અને ઇડીમાં ફરજ બજાવનાર મહેશ ચૌધરીને ત્યાંથી સીબીઆઈને અત્યારસુધીમાં સત્તાવાર રૂ.3.71 કરોડની અપ્રમાણસર મિલકતો મળી જે તેમની સત્તાવાર આવક કરતાં 74 ટકા વધારે હતી. પણ આ તપાસનો દોર વધુ સમય સુધી ચાલતો રહે તો નવાઈ નહીં.
8 ફેબ્રુઆરીએ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. સૂત્રો મુજબ મહેશ ચૌધરી અને તેમનાં પત્ની વિરુદ્ધ 8 ફેબ્રુઆરીના રોજ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં જ રૂ.3.71 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી છે. જોકે હાલમાં પણ અમદાવાદ, ગાંધીનગર અને રાજસ્થાન ખાતે સર્ચ ચાલુ જ છે. જેમાં અંદાજે રૂ.10 કરોડની અપ્રમાણસર મિલકત મળવાનો અંદાજ છે. વિગતો મુજબ મહેશ ચૌધરી મૂળ રાજસ્થાનના બાડમેરનો રહેવાસી છે. સીબીઆઈની ટીમે અમદાવાદમાં ચૌધરીના જે ફલેટમાં સર્ચ કર્યુ હતું. તેની કિંમત અંદાજે રૂ.6 કરોડ હોવાનું જાણવા મળ્યું છે.