- રેડ દરમિયાન 55 લાખ રોકડ, 1.6 કરોડની લેવડદેવડની માહિતી આવી સામે
વાડ થઇને ચીભડાં ગળે તો કેમ ચાલે ? લાંચની કેસની તપાસમાં ખુદ અધિકારી લાંચ લેતા હોવાની ઘટના સામે આવી છે. લાંચના એક કેસમાં, સીબીઆઈએ તેના પોતાના નાયબ પોલીસ અધિક્ષક બ્રિજ મોહન મીણા અને અન્યના ઘર પર દરોડા પાડ્યા હતા. અને 55 લાખ રૂપિયા રોકડ, તેમજ સંપત્તિમાં આશરે CBI 1.8 કરોડ રૂપિયાના રોકાણ દર્શાવતા દસ્તાવેજો અને ખાતાની એન્ટ્રીઓ જપ્ત કરી હતી. જેમાં કુલ રૂ. 1.6 કરોડના વ્યવહારો જોવા મળ્યા હતા.
લાંચના કેસ મુજબ સીબીઆઈએ મુંબઈમાં આવેલ બેંક સિક્યોરિટીઝ એન્ડ ફ્રોડ બ્રાન્ચમાં પોસ્ટ કરાયેલ મીના, તેમજ અન્ય સાત લોકો સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે. મીના પર તેના કેસના શંકાસ્પદો અને સાક્ષીઓને ડરાવીને 5 કરોડ રૂપિયાથી વધુની લાંચ એકઠી આરોપ છે. બુધવારે, સીબીઆઈએ જયપુર, કોલકાતા, મુંબઈ અને નવી દિલ્હીમાં આશરે 20 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું.
ડીવાયએસપી તેના કેસમાં શંકાસ્પદોને ધમકાવીને બેંકિંગ ચેનલો અને હવાલા નેટવર્કનો ઉપયોગ કરીને વચેટિયાઓ દ્વારા કથિત રીતે લાંચ મેળવતા હતા. સીબીઆઈના જણાવ્યા મુજબ, મીનાએ તેમની દ્વારા તપાસ કરાયેલા કેસોમાં વિવિધ આરોપી વ્યક્તિઓ અને સાક્ષીઓ પાસેથી લાંચ લીધી હતી, જેના બદલામાં તેમને ચાલુ તપાસમાંથી બાકાત રાખવા અને છેતરપિંડીના ગુનાઓમાં તેમની સંડોવણીને ઓછી કરવા માટે લાંચ સ્વીકારાઈ હતી.લાંચ રોકડમાં અથવા મધ્યસ્થી કિશન અગ્રવાલના બેંક ખાતામાં લેવામાં આવી હતી.
સીબીઆઈએ એફઆઈઆરમાં જણાવાયું હતું કે “સૂત્રે વધુમાં માહિતી આપી છે કે કિશન અગ્રવાલે હવાલા ચેનલ દ્વારા મીના વતી લગભગ રૂ. 5 કરોડથી 6 કરોડની લાંચની લેવડદેવડ કરી છે. માહિતી એ પણ જણાવે છે કે તાજેતરમાં કિશન અગ્રવાલે રૂ. 25 લાખની ડિલિવરી કરી હતી. આરોપી ડીવાયએસપીના સંબંધી ઐશ્વર્યા રામ મીણાએ કથિત રીતે આ લાંચની રકમ જયપુરમાં પી ઉમેશ આંગડિયા પાસેથી મેળવી હતી.
16 ડિસેમ્બરે, કથિત રીતે મીનાની સૂચનાને અનુસરીને, સીબીઆઈના કેસના બે શંકાસ્પદોએ અગ્રવાલને રૂ. 38 લાખ પૂરા પાડ્યા હતા. અને કોલકાતાના સૌરભ લોહારુકા દ્વારા સંચાલિત ખુશ આઇટી નેટવર્કના ખાતામાં બેન્કિંગ ચેનલો દ્વારા રૂ. 38 લાખ ટ્રાન્સફર કર્યા હતા. સીબીઆઈએ જણાવ્યું હતું કે અગ્રવાલે આ રકમો વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી જેથી તેઓને રૂટિન બિઝનેસ ટ્રાન્ઝેક્શન તરીકે ઓળખવામાં આવે. ભ્રષ્ટાચારના કેસમાં અગ્રવાલના પિતા હરીશ અને મીનાના સંબંધી ઐશ્વર્યા સહિત સામેલ તમામ સામે ફરિયાદ દાખલ કરાય છે.