- વડાપ્રધાનના નામથી ચાલતી યોજનામાં કૌભાંડથી દેશભરમાં ગુજરાતની ભારે બદનામી થઈ: કોંગ્રેસ
ગુજરાત વિધાનસભામાં ખાનગી હોસ્પિટલ કૌભાંડ મુદ્દે કોંગ્રેસ ધારાસભ્યોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું જેમાં ખાનગી મલ્ટિ-સ્પેશિયલિટી હોસ્પિટલ વિષયે વિરોધ કર્યો. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા સ્વાસ્થ્ય યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે નાટક રજૂ કરી દર્દીઓની વેદના અને સરકાર પ્રેરિત ભ્રષ્ટાચારને પ્રદર્શિત કર્યો હતો.
ગુજરાતના આરોગ્ય તંત્રની ખોખલી વ્યવસ્થા મોટા કૌભાંડ ખ્યાતિ હોસ્પિટલ કાંડને આજે કોંગ્રેસ પક્ષ ધ્વારા વાચા આપવામાં આવી હતી જેમાં કોંગ્રેસ પક્ષના ધારાભ્યો ડોક્ટર – પેશન્ટ બની વિધાનસભા પરિસરમાં કૌભાંડને રજૂ કરી હતી. કોંગ્રેસ ધારાસભ્યોએ વડાપ્રધાન જન આરોગ્ય યોજના માટે સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવાની, કેસને તાત્કાલિક ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની અને તેમાં સીબીઆઇ તપાસ કરવાની માંગ કરી હતી. ખ્યાતિ કૌભાંડમાં હોસ્પિટલમાં પીએમજેએવાય લાભાર્થીઓ મહેસાણા જિલ્લાના હતા જેમાં હોસ્પિટલ દ્વારા એન્જિયોપ્લાસ્ટી પ્રક્રિયા પછી મૃત્યુ પામ્યા હતા. આ હોસ્પિટલ માટે બે ડોક્ટરોની મેડિકલ રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવી છે જેમાં ભાગેડુ માલિક કાર્તિક પટેલની એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે મળતિયાઓને લાભ કરાવવા અને કરોડોના કમિશન ખાવા માટે રાજ્યભરમાં વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે. જેના પરિણામે ખ્યાતિ હોસ્પિટલ કાંડ થયું અને ગરીબ દર્દીઓના જીવ ગયા. ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભ્રષ્ટાચારનું રેકેટ ચાલે છે જેમાં સરકાર ધ્વારા કમિશન લેવા માટે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.