- સમન્સ વગર હાથ ધરવામાં આવેલી કાર્યવાહીના પગલે તપાસ હાથ ધરાય
રાજકોટ સેન્ટ્રલ જીએસટી કચેરી ખાતે સીબીઆઇ વિભાગના અધિકારીઓ આવી પહોંચ્યા છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા ત્રણ મહિના પહેલા જીએસટી વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડાના પગલે વિજય રીતે થઈ હોવાની વાત અને આ અંગેની ફરિયાદ સીબીઆઇ સુધી પહોંચતા સીબીઆઇના અધિકારીઓ રાજકોટ સેન્ટ્રલ જીએસટી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ અધિકારીઓ પર તપાસ હાથ ધરી હતી અને પૂછપરછ પણ કરી હતી.
સેન્ટ્રલ જીએસટી વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 3 મહિના પહેલા જીએસટી વિભાગ દ્વારા રાજકોટમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડામાં જે અધિકારીઓ દ્વારા સમન્સ પાઠવવામાં આવવું જોઈએ તે પાઠવવામાં આવ્યું ન હતું અને સીધા જ સ્થળો પરેશાન શરૂ કરી દેવાયા હતા જેના કારણે વ્યાપારીઓને ઘણી તકલીફ અને હાલાકી પણ ભોગવી પડી હતી. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ આ તમામ વેપારીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને પરિણામ સ્વરૂપે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા શું ઘટના ઘટી તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
મહત્વનું એ છે કે સેન્ટ્રલ જીએસટી વિભાગમાં પ્રીવેન્ટીવ સેક્શનમાં ફરજ બજાવતા સુપ્રીટેન્ડેન્ટ અધિકારીઓ પર હાલા તપાસ ચાલી રહી છે ત્યારે અધિકારીનું નામ સામે આવી રહ્યું છે તેની કોઈ હજુ સુધી ખરાઈ થઈ શકી નથી પરંતુ એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે હાલ બી આઈ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તેમાં વિભાગના અધિકારીઓ ની સંડોવણી હોવાનું ખોલ્યું છે. ત્યારે અધિકારીઓની તપાસ હજુ કેટલો સમય સુધી ચાલશે તેનો કોઈ અંદાજો નથી પરંતુ એ વાત સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં અનેક મોટા ઘટસ્ફોટ થાય તો નવાઈ નહીં. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઘણા ખરા લોકોનું માનવું છે કે સીબીઆઇની ટીમ ગઈકાલ સાંજથી જ રાજકોટમાં આવી પહોંચી હતી તો ઘણાખરા નું એવું પણ કહેવું છે કે આજે વહેલી સવારથી કચેરી શરૂ થતા જ સીબીઆઇના અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને પ્રિવેન્ટીવ અધિકારી ઉપર તપાસ શરૂ કરી હતી.
સેન્ટ્રલ જીએસપી વિભાગ માટે હાલ કોકડું એ ગુચવાયું છે કે, આ અંગેની ફરિયાદ સીબીઆઇ સુધી કઈ રીતે પહોંચી. કારણ કે જે અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી તેનો ખ્યાલ માત્રને માત્ર પ્રિવેન્ટી વિભાગ પૂરતો જ સીમિત હતો ત્યારે આ ઘટના હવે સેન્ટ્રલ એજન્સી સુધી પહોંચી ગઈ તેનો મતલબ એ જ છે કે કોઈક ચોક્કસ વ્યક્તિ દ્વારા આ અંગેની બાતમી અથવા તો વિગત જાહેર કરવામાં આવી હોઈ શકે. આ તપાસના અંતે કયા અધિકારીઓનું નામ ખુલે છે તે તો આવનારો સમય જણાવશે પરંતુ એવા તમે સ્પષ્ટ થઈ ચૂકી છે કે હવે રાજકોટ દરેક સેન્ટ્રલ એજન્સી માટે એપિસન્ટર બની ગયું છે કારણ કે રાજકોટ શહેરમાં ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો ની સાથો સાથ કોભાંડો થતા હોવાનું જાણવા મળ્યું છે અને તેના પુરાવાઓ પણ સામે આવી રહ્યા છે.