હાઈ પ્રોફાઈલ બેન્ક ફ્રોડ વિજય માલ્યાના સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમમાં રાકેશ અસના જોડાશે
આઈપીએસ ઓફિસર રાકેશ અસનાની ટીમને સીબીઆઈએ એકસટેન્શન આપ્યું છે. અનેક હાઈ પ્રોફાઈલ ગોટાળાઓનું પર્દાફાશ કરવા અંગે અસનાની ટીમ ચર્ચામાં રહી છે. સીબીઆઈના ડાયરેકટર અને બીજા વરિષ્ઠ અધિકારીઓના પાવર સસ્પેન્ડના અહેવાલો વચ્ચે સેન્ટ્રલ વિજિલન્સ કમિશને વિસ્તરણ માટે આગળ ધપાવ્યું હતું. તાજેતરમાં જ રાકેશ કેડરના રાજય ત્રિપુરામાં પરત ફર્યા હતા.
ટીમ અસના વિજય માલ્યા સહિતના હાઈ પ્રોફાઈલ ક્રાઈમમાં ફ્રોડની તપાસ કરી રહ્યાં છે. ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી અસનાએ લાલુ પ્રસાદ સહિતના કૌભાંડોને ખુલ્લા મુકયા છે. મિસ્ટર અરમાને હાલ રાજનૈતિક સંવેદનશીલ શોધખોળ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમમાં જોડાયેલા છે. ૧૯૯૫ના આઈપીએસ અધિકારીને ઓોરીટી દ્વારા એકસટેન્શનની મંજૂરી આપવામાં આવી છે.