સીબીઆઇએ એર એશિયા ગ્રુપના સીઇઓ એન્થની ફ્રાન્સિસ ટોની ફર્નાન્ડીઝ તથા અન્ય લોકો સામે કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે આ લોકોએ ઇન્ટરનેશનલ ફ્લાઇંગ લાઇસન્સ સેવા માટે કાયદાનો ભંગ કર્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એર એશિયાના ડાયરેક્ટર્સે એવિએશન સેક્ટરના 5/20 નિયમોમાં છૂટ લેવા માટે કાયદો તોડ્યો છે. આ ઉપરાંત ફર્નાન્ડીઝ અને અન્યો પર ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB)ના નિયમોના ઉલંઘનનો પણ આરોપ છે.
5/20 નિયમ ઇન્ટરનેશનલ ફ્લાઇંગ લાઇસન્સ સાથે સંબંધિત છે. તેનો અર્થ છે કે આ લાઇસન્સ લેવા માટે કોઇ પણ વિમાન કંપની પાસે 5 વર્ષનો અનુભવ અને 20 વિમાન હોવા જોઇએ. સીબીઆઇ આ સંદર્ભમાં દિલ્હી, મુંબઇ અને બેંગ્લુરુમાં 6 જગ્યાઓએ સર્ચ ઓપરેશન કરી રહી છે.
CBI held searches at 5 locations in Delhi,Mumbai&Bengaluru after it filed case under Prevention of Corruption Act against CEO of #AirAsiaGroup– Tony Fernandes, Director of Air Asia Bengaluru- Ramachandran Venkatraman, founder of DTA consultancy Pvt Ltd- Deepak Talwar among others
— ANI (@ANI) May 29, 2018